આજે તીર્થધામ ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પર નિર્માણાધિન 30 ફૂટ ઉંચા વિયર ડેમ પરથી જળ છલકાઈ ઉઠી ઓવરફ્લો થયો છે. નર્મદા ડેમનાં 23 દરવાજા ખોલાતા જ સુંદર અને મનમોહક દ્રશ્યો ઉભા થયા છે. જેને લઇને પ્રવાસીઓ ઓવરફ્લો ડેમ જોવા ઉમટી પડ્યા હતાં. નર્મદા ડેમ પર ગેટ લાગી જતા કેટલાક સમયથી ઓવરફ્લો દેખાતો બંધ થયો છે.
ગરુડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા - overflows
નર્મદા: નર્મદા નદી એ શિવપુત્રી છે અને તેના અનેક નામ છે. એક નામ છે રેવા, રેવા એટલે ખડ ખડ વહેતી. છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદી મૃત પાય અવસ્થામાં હતી. પરંતુ, છેલ્લા 15 દિવસથી મા નર્મદા તેના મૂળ રેવા સ્વરૂપમાં આવી છે.
etv bharat
કેવડીયા જતા માર્ગ પર ગરુડેશ્વર યાત્રાધામ આવેલું છે, ત્યાં જઈને મીની ઓવરફ્લો જોઈ શકાય તેમ છે. ભગવાન શિવ પણ રોદ્ર સ્વરૂપ હતાં અને તેમની પુત્રી નર્મદાનું ફરી એકવાર મૂળ સ્વરૂપ રોદ્ર સ્વરૂપ આજે દેખાય છે. આજે નર્મદા ડેમ તેની ઔતિહાસિક સપાટી વટાવી જતા નર્મદા બે કાંઠે વહી રહી છે અને ગરુડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થતા પ્રવાસીઓ પણ આ દ્રશ્યો જોઈ આનંદ અનુભવી રહ્યાં છે. 17 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના આગમનને લઈ તંત્ર પણ સાફસફાઈના કામે લાગી ગયું છે.
Last Updated : Sep 15, 2019, 1:11 PM IST