ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે, 40થી વધુ નવા પ્રોજેક્ટો વિશે માહિતી આપી
ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે, 40થી વધુ નવા પ્રોજેક્ટો વિશે માહિતી આપી - project
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનારો છે. ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેમાંથી વનવિભાગના 30થી વધુ પ્રોજેક્ટો છે, જેમાં 13 જેટલા પ્રોજેક્ટો પૂર્ણ છે અને 18 જેટલા પ્રોજેક્ટોનું પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.
unity
મળતી માહિતી મુજબ, આ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરવા રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે આવ્યા હતા. જેમાં વિવિધ સ્થળોની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
સિંહ, વાઘ, ચિત્તો ,દીપડો, ઉરાન ઉતાનગ, રિંછ, શાહમૃગ, ઓટરિચ, વિવિધ પક્ષીઓ વિદેશી કંગરુ, રિછ, ચિમ્પઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર ,ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ અહિયાં સફારી પાર્કમાં લાવવામાં આવશે.