તો ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો રહેતાં જિલ્લાના ખેડૂતોએ 32,785 હેક્ટર જમીનની વાવણી કરી દીધી હતી. ત્યારબાદ વરસાદ ન આવતાં ખેડૂતો ચિંતામાં મૂકાયાં છે. કારણ કે, આ જિલ્લામાં 60 ટકા વિસ્તારમાં બિનપીયત ખેતી થાય છે. જેમાં પાણીની વધુ જરૂરિયાત રહે છે. પણ આ વખતે વરસાદ ઓછો રહેતાં ખેડૂતોને કૂવા અને બોરમાંથી મોટર દ્વારા પાણી ખેંચીને ખેતરમાં પહોંચાડવું પડે છે. જેની માટે તેમને હેક્ટર દીઠ પૈસા ચૂકવવા પડે છે. જેથી ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદ પાછો ખેંચાતા નર્મદાના ખેડૂતો પરેશાન, મદદ માટે સરકારને કરી વિનંતી - Gujarat
નર્મદા: જિલ્લામાં આમ તો 90 ટકા જેટલી ખેતી થાય છે, તેમાં 60 ટકા વિસ્તારમાં બિનપીયત ખેતી છે. ત્યારે આ વખતે વરસાદનું પ્રમાણ ઓછું રહેતાં સ્થાનિકોને ભારે હાલાંકીનો વેઠવી પડે છે. મોટરથી પાણી ખેંચીને ખેતરોમાં પાણી પહોંચાડવું પડતું હોવાથી ખેડૂતોને આર્થિક બોજા હેઠળ ખેતી કરવી પડે છે. એટલે ખેડૂતો તંત્રને મદદ કરવાની ગુહાર લગાવી રહ્યાં છે.

જિલ્લામાં 62,785 હેક્ટર જમીનમાં વાવેતર થઇ ગયું છે. જેમાં ખાસ કરીને નાંદોદ મકયા 11,384 હેક્ટર, તિલકવાડામાં 10392 હેક્ટર, ડેડીયાપાડામાં 17,242, ગરુડેશ્વર માં 13320 હેક્ટર જમીનોમાં વાવેતર કરાયું છે. વિવિધ પાકોમાં કપાસ 35,868 હેકટરમા, ડાંગર 5,497 હેકટરમા, તુવેર 11,091 હેક્ટરમાં, મકાઇ 2,826 હેકટરમાં, જુવાર 2312 હેક્ટરમાં, બાજરી 65 હેક્ટરમાં, સોયાબીન 1184 હેક્ટરમાં શાકભાજી 1,507 હેક્ટરમાં, ઘાસચારો 1507 હેક્ટરમાં મગ, મઠ, અળદ સહિતના અન્ય કઠોળ 700 હેક્ટરમાં વાવેતર જિલ્લામાં કરવામાં આવ્યું છે. જેના અંકુરો ફૂટી પણ ગયા છે. ત્યારે, મુશ્કેલી છેલ્લા અઠવાડિયાથી વરસાદ ન પડવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
આ ઉપરાંત પાણીની અછતના કારણે ઉભા પાકમાં ભુછરા નામની જીવાતો પડતા કેર કે શેરડી અને દિવેલાના છોડને ખાઈ જતા છોડનો વિકાસ અટકી ગયો છે. આમ, પાકની વાવણી કરાયાં બાદ યોગ્ય પ્રમાણમાં પાણી ન મળતાં પાકનું નુકસાન થઇ રહ્યું છે. એટલે ખેડૂતોએ આર્થિક સહાય માટે સરકાર પાસે મદદ માગી રહ્યાં છે.