ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ વનપ્રધાન ચંદુભાઈ દેશમુખની 22મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારે બ્લડ ડોનેટ કર્યું - Narmada news

નર્મદા જિલ્લો જ્યારે ભરૂચ જિલ્લામાં હતો, ત્યારે ભરૂચ જિલ્લાના પૂર્વ સાંસદ અને ગુજરાતના પૂર્વ વનપ્રધાન સ્વ.ચંદુભાઈ દેશમુખની આજે રવિવારે 22મી પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારે રક્તદાન કરી આગામી દિવસોમાં જરૂરિયાત મંદ દર્દીઓને રક્ત પૂરું પાડી શકય તે માટેનો પ્રયત્ન કર્યો હતો.

પૂર્વ વન પ્રધાન સ્વ.ચંદુભાઈ દેશમુખની 22મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારે બ્લડ ડોનેટ કર્યું
પૂર્વ વન પ્રધાન સ્વ.ચંદુભાઈ દેશમુખની 22મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારે બ્લડ ડોનેટ કર્યું

By

Published : Jun 28, 2020, 3:56 PM IST

નર્મદાઃ નર્મદા જિલ્લો જ્યારે ભરૂચ જિલ્લામાં હતો, ત્યારે ભરૂચ જિલ્લાના પૂર્વ સાંસદ અને ગુજરાતના પૂર્વ વનપ્રધાન સ્વ.ચંદુભાઈ દેશમુખની આજે રવિવારે 22મી પુણ્યતિથિ હતી, ત્યારે તેમના કુટુંબીજનોએ તેમની આ પુણ્યતિથિ દર વર્ષની જેમ રક્તદાન કરીને ઉજવી હતી.

  • પૂર્વ વનપ્રધાન સ્વ.ચંદુભાઈ દેશમુખની આજે 22મી પુણ્યતિથિ
  • પૂર્વ વનપ્રધાન સ્વ.ચંદુભાઈ દેશમુખની 22મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારે બ્લડ ડોનેટ કર્યું
  • કુટુંબીજનોએ તેમની પુણ્યતિથિ નીમિતે રક્તદાન કર્યું
  • જરૂરિયાત મંદ દર્દીઓને કામ લાગે તે હેતુથી રક્તદાન કર્યું
    પૂર્વ વન પ્રધાન સ્વ.ચંદુભાઈ દેશમુખની 22મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારે બ્લડ ડોનેટ કર્યું

પુુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પી હાલ કોરોનાની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા રેડક્રોસમાં બ્લડની ખૂબ જ અછત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ કરી શકતા નથી, ત્યારે કોરોનાના આ કપરા કાળમાં દેશમુખના પરિવારે અને મિત્ર મંડળ સાથે મળી રક્તદાન કરી આગામી દિવસોમાં જરૂરિયાતવાળા દર્દીઓને રક્ત પૂરું પાળી શકય તે માટેનો પ્રયત્ન કર્યો હતો.

આ અંગે ઇન્ડિયન રેડક્રોસ નર્મદાના વાઇસ ચેરમેન ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, હાલ ચાલી રહેલા કોરોનાના કપરા સમયમાં પછાત અને આદિવાસી નર્મદા જિલ્લામાં રક્તની જરૂરિયાત સામે રક્તદાન ખુબજ ઓછું થાય છે, ત્યારે અમારા પરિવાર દ્વારા આ રક્ત જરૂરિયાત વાળા દર્દીઓને કામ લાગે તે હેતુથી રક્તદાન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details