ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદામાં શિયાળામાં મગર કરી રહ્યા છે 'સનબાથ', જુઓ વીડિયો - narmada latest news

નર્મદાના જિલ્લામાં હાલ ઠંડી પડી રહી છે, તેની અસર સામાન્ય માનવીની જેમ સરિસૃપ પ્રાણીઓમાં પણ જોવા મળી રહી છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર અને કરજણ બંધની કેનાલોના કારણે ઘણાં મગરમચ્છ જોવા મળે છે, શિયાળામાં મગરમચ્છ શરીરનું ઉષ્નતામાન જાળવવા માટે નદી, તળાવની બહાર સનબાથ કરતા નજરે ચડે છે.

નર્મદા
નર્મદા

By

Published : Feb 9, 2020, 3:07 PM IST

નર્મદાઃ મગરમચ્છ એક એવુ ઠંડા લોહી વાળુ સરિસૃપ પ્રાણી છે. જેને ઠંડીમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ગરમી મેળવવા તડકામાં બહાર આવવું પડે છે. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર અને કરજણ બંધની કેનાલોના કારણે ઘણાં મગરમચ્છો જોવા મળે છે, જેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લક્ષ્મણ કુંડના તળાવ નમ્બર-3માં મગરમચ્છ મોટી સંખ્યામાં જોવા મળે છે.

મગરમચ્છ પણ કરી રહ્યા છે,સનબાથ

મગરમચ્છ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સવારે બેથી ત્રણ કલાક માટે નદીમાંથી બહાર આવતા જોવા મળે છે, ત્યાં પ્રવસીઓને તેની નજીક જવા પર પાબંધી રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details