નર્મદા સુગર ફેકટરી ખાતે પહેલા શેરડી પિલાણ બાદ બાયપ્રોડક્ટ તરીકે મોલાસીસ (આલ્કોહોલ) ઉત્પન્ન થતું હતું. પરંતુ નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલની ટીમે ઇથેનોલ ડિસ્ટલરી યુનિટ શરૂ કરી રાજ્યમાં આવો પ્રથમ પ્લાન્ટ શરૂ કર્યો છે. જેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં દારૂની ફેકટરીમાં થતો હતો. હવે આ ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલ બનાવવામાં થશે. પેટ્રોલ બનાવવામાં ઉપયોગ થતાં હવે પેટ્રોલની પડતર કિંમત ઓછી થશે.
નર્મદા: શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવતો પ્લાન્ટ ભારતનો ત્રીજો અને ગુજરાતમાં પ્રથમ બન્યો - Etv Bhrat
નર્મદા: જિલ્લામાં 60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઇથેનોલ પ્લાન્ટનું રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રતિદિન 40,000 લીટર ઈથેનોલ ઉતપન્ન કરાશે. શેરડીના સીધા રસમાંથી ઇથેનોલ બનાવતો પ્લાન્ટ ભારતનો ત્રીજો અને ગુજરાતમાં પ્રથમ નર્મદા જિલ્લામાં બન્યો હતો. આમ રાજ્યમાં નર્મદા સુગર પ્રથમ હરોળમાં સુગર ફેકટરી આવી ગઈ છે.
ઇથેનોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યપ્રધાનએ જણાવ્યું હતું કે, આ રાજ્યનું પ્રથમ પ્લાન્ટ છે જે મોલાસીસમાંથી ઇથેનોલ બનાવશે. દેશનું વિદેશી હૂંડિયામણ પણ બચશે. 10% ઇથેનોલના ઉપયોગથી વિદેશથી આયાત થતું ક્રૂડ ઓઇલ ઓછું આયાત કરવાને કારણે દેશને ફાયદો થશે. કેન્દ્ર સરકાર ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવા પ્રોત્સાહન આપશે. શેરડીના રસમાંથી પણ ઈથેનોલ બનાવતો દેશનો ત્રીજો અને રાજ્યનો પ્રથમ પ્લાન્ટની તારીફ કરી તમામ સુગર ફેકટરીઓ નર્મદાનું અનુકરણ કરવા જણાવ્યું હતું.
નર્મદામાં સુગર ફેક્ટરી ખાતે આવેલ નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું કે, વાયુ વાવાઝોડાને કારણે કોઈ નુકસાન થયું નથી અને સદનસીબે આ વાવાઝોડું ગુજરાતને અડક્યું જ નથી અને ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જે ભારે નુકસાન થવાનું જે ભીતિ હતી જે ટળી ગઈ છે. અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમે સતત ટીમો બનાવી જરૂરી તમામ સર્તકતા રાખી હતી. ગુજરાતમાં ભગવાને રાહત કરી એકપણ વ્યક્તિનું વાવાઝોડાને કારણે મૃત્યુ થયું નથી કે કોઈ નુકસાન પણ નથી. અગોરાતું આયોજન કરી ટીમો તૈનાત કરી દીધી હતી. હવે ગુજરાતના માથેથી આ સંકટ ટળી ગયું છે.