જિલ્લા કલેક્ટર કચેરી બહાર એકઠા થયેલા 50થી વધુ આગેવાનોને જોઈને તંત્રમાં દોડધામ મચી હતી. ટાઉન PI, LCB PSI ટીમ સાથે તાત્કાલિક દોડી આવી આગેવાનોને સમજાવ્યા અને જિલ્લા કલેક્ટર આઇ. કે. પટેલની સાથે મુલાકાત કરાવી હતી.
નર્મદામાં અલગ ગ્રામપંચાયતની માંગને પગલે ચૂંટણીનો બહિષ્કાર
નર્મદાઃ જિલ્લાની 314 ગ્રામ પંચાયતોના આગેવાનોની અલગ ગ્રામપંચાયતની માગને લઈને ચૂંટણી બહિષ્કાર કરી 50 જેટલા આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું, અને અલગ ગ્રામ પંચાયતના સ્વતંત્ર દરજ્જા માટે આંદોલન છેડ્યું હતું.
NMD
કલેક્ટરે આગેવાનોને હૈયાધારણ આપી હતી અને ચૂંટણી પછી તેમના પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરવા જણાવ્યું હતું. જોકે આ તમામ ગ્રામ પંચાયતોના આગેવાનો હાલ આંદોલનમાં જોડાયા છે, પરંતુ આ તમામ ગામોમાં વોટિંગ પ્રક્રિયા ચાલુ રહી હતી.