- નર્મદા નદીનું પાણી સુકાઈ જતા એકતા ક્રુઝ બોટ કરી બંધ
- ચોમાસામાં પાણી આવશે તો ફરીથી કરાશે ચાલુ
- ક્રુઝ બોટનો લાભ નહી મળતા પ્રવાસીઓ નિરાશ
નર્મદા: બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાતા રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે સાથે નર્મદા નદી સૂકાઈ જવાથી એકતા ક્રુઝ બોટ પણ બંધ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:નર્મદા નદી કિનારે આવેલા તપોવન આશ્રમમાં વરસાદી પાણીના સંગ્રહનું ઉત્તમ ઉદાહરણ
ક્રૂઝ બોટ હાલ બંધ કરવામાં આવી
નર્મદા નદી એકદમ સુકીભટ્ઠ થઇ ગઈ છે, એટલે જે 20થી 25 મીટર પાણીમાં ક્રુઝ બોટ તરી શકે એ એકતા ક્રુઝબોટ પણ પાણીના અભાવે બંધ કરવામાં આવી છે. ક્રુઝ બોટને એક બાજુ જૂના બ્રીજ સાથે બાંધી દેવામાં આવી છે. ફરી હવે ચોમાસામાં પાણી આવશે કે કોઈ મોટા નેતા કે વડાપ્રધાનનો પ્રોગ્રામ આવશે ત્યારે ફૂલ કરવામાં આવશે. ત્યાં સુધી હાલ એકતા ક્રૂઝ બોટ હાલ બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ભરૂચમાં નર્મદાએ ભયજનક સપાટી વટાવી, સીઝનમાં પ્રથમવાર નર્મદા બે કાંઠે
પ્રવાસીઓને તેનો લાભ નહી મળે
જે ક્રુઝ બોટનો લાભ હવે પ્રવાસીઓને નહી મળતા અહીં આવતા પ્રવાસીઓ પણ નિરાશ થયા છે.