- ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર માટે પહેલું ચાર્જિંગ સેન્ટર તૈયાર
- કેવડિયાને પ્રદુષણ મૂક્ત ક્ષેત્ર બનાવવાના સરકારના પ્રયાસની શરૂઆત
- ઇ-કાર માટેનું ચાર્જીંગ સેન્ટર ટાટા કંપની દ્વારા સ્થાપવામાં આવ્યું
નર્મદાઃગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર માટે પહેલું ચાર્જિંગ સેન્ટર (E-car charging center) તૈયાર કરવામાં આવ્યુ છે. નર્મદાના કેવડિયામાં પ્રથમ ઇ-કાર માટેનું ચાર્જીંગ સેન્ટર ટાટા કંપની (TATA Co.) દ્વારા સ્થાપવામાં આવ્યું છે. જ્યાં હવે ઇ-કાર, ઇ-રિક્ષાઓ સહિતના ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ થઈ શકશે. કેવડિયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ (Environment day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ તરીકે જાહેર કરી હતી. આગામી દિવસોમાં તમામ પ્રવાસન સ્પોટ (Tourism place) ઉપર બેટરી સંચાલિત બસ, કાર અને રિક્ષા ફરતી થશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે.
કેવડિયાને પ્રદુષણ મૂક્ત ક્ષેત્ર બનાવવાના સરકારના પ્રયાસની શરૂઆત
કેવડિયા ખાતે ટાટા પાવરે પ્રથમ ફાસ્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપી દીધું છે. ટાટા પાવર ઇવી ચાર્જ બસ, કાર અને રિક્ષામાં પ્રવાસીઓને કેવડિયાથી સ્ટેચ્યુ જોવા લઇ જવાશે. કેવડિયાને પ્રદુષણ મૂક્ત ક્ષેત્ર (No Pollution Zone) બનાવવાના સરકારના પ્રયાસની શરૂઆત કરવામાં આવી છે. આ ચાર્જિંગ સ્ટેશન પર 2 કલાકમાં વાહનનું ચાર્જિંગ 100 ટકા થઈ જશે. જ્યારે આ ચાર્જિંગનું પેમેન્ટ કેસલેશ હશે. એટલે કે, વાહનચાલકના મોબાઈલમાં ચાર્જિંગની એક એપ્લિકેશન હશે.
મોબાઈલ એપ્લિકેશનમાંથી ર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ કપાશે