ગુજરાત

gujarat

ETV Bharat / state

જળસંકટ વચ્ચે સરદાર સરોવર અને સ્ટેચ્યુ પાસે પાણીનો બગાડ - Gujarat

નર્મદા: ગુજરાત સહિત નર્મદાના અંતરિયાળ ગામોમાં પાણીનો પોકાર છે. પશુઓ અને માનવો તરશે છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પાણી વેડફાટ થઈ રહ્યો છે. હજારો લીટર પાણી વહી રહ્યું છે અને બંધ કરવા માટે કોઈ વાલ મુકેલો નથી, ત્યારે આ પાણીનો બગાડ કેટલે અંશે વ્યાજબી છે. સેવાના હેલી પેડ પાસે બોર કરી જેમાં એક પાઇપ જોઈન્ટ કરી એ પાઈપને ઝાડ સાથે બાંધી ટેન્કરો ભરવામાં આવે છે. જ્યાં સ્ટેચ્યુ અને રોડ વચ્ચેના ઝાડવાઓને પાણી પીવડાવવામાં આવે છે.

સ્પોટ ફોટો

By

Published : May 27, 2019, 2:01 PM IST

પણ જેને આ ટેન્કરો ભરવાની વ્યસ્થા કરી આપી તેણે ટેન્કર ભરી છાંટવા જય અને ફરી આવે ત્યાં સુધી આ પાણી બંધ રાખવા માટે એક વાલ્વ આપ્યો હોય તો આ પાણી બચી રહેત પણ આ પાણી જ્યાંસુધી ટેન્કર ના આવે ત્યાં સુધી પાણી વહી રહ્યું છે. આમ આખો દિવસ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્ર તેના પર ધ્યાન આપે. તે જરુરી બન્યું છે. સરદાર સરોવરમાં હાલ 119.57 મીટર જેટલું પાણી છે. છત્તા પાણીનો પોકાર છે ત્યારે પણ સરકાર પાણી છોડી બગાડવા માંગતી નથી.

જળસંકટ વચ્ચે સરદાર સરોવર અને સ્ટેચ્યુ પાસે પાણીનો બગાડ

નર્મદા સુકાઈ રહી છે અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને નકારી પાણી છોડવા તૈયાર નથી. જ્યારે આજે પાણીની કિંમત ગામડાઓમાં ખબર પડી રહી છે અને એક બેડુ કેમ પાણી આવે ત્યારે અહીંયા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. જે કોઈ જોવા તૈયાર નથી ત્યારે આ તંત્રના કાન મરડી તેમને પણ આ પાણીના બગાડનું મૂલ્ય સમજાવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details