જિલ્લામાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદો અને ધારાસભ્યોની ગ્રાંટમાંથી અત્યાર સુધી જિલ્લાના 250 ગામમાં 500થી વધુ હેન્ડપંપ લગાવવામાં આવ્યા છે. આમ સમગ્ર જિલ્લામાં 1000થી વધુ હેન્ડપંપ સરકાર દ્વારા લગાવવામાં આવ્યા છે. જેથી, જિલ્લાના લોકો પીવાના પાણી માટે હેન્ડપંપનો ઉપયોગ કરી શકે.
ભરૂચ સાંસદનો બફાટ, કહ્યું- 'હેન્ડપંપનું પાણી પીવાથી કેન્સર થાય' - હેન્ડપંપનું પાણી પીવાથી કેન્સર થાય
નર્મદા: જિલ્લાના 250 જેટલા ગામોમાં કોઈ કનેક્ટિવિટી નથી. ડુંગરો પર આવેલ દુર્ગમ અંતરિયાળ ગામોમાં રસ્તાના અભાવે પાણીની ટાંકીઓ નાખવી મુશ્કેલ છે. જિલ્લામાં 1000થી વધુ હેન્ડપંપ સરકાર દ્વારા લગાવવામાં આવ્યા છે. એવામાં ભરૂચના સાંસદે જાહેર સભામાં બફાટ મારીને કહ્યું કે, હેન્ડપંપનું પાણી પીવાથી કેન્સર થાય છે.
વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં જાહેર સભા યોજી હતી. જેમાં, તેમણે બફાટ માર્યો હતો. મનસુખ વસાવા બોલ્યા કે, હેન્ડપંપનું પાણી પીવાથી કેન્સર જેવા ખતરનાક રોગ થાય છે. ઉપરાંત હેન્ડપંપના કારણે જ, સ્થાનિક આદિવાસી લોકો પર વિપરીત અસરો જોવા મળે છે. સાંસદ એટલાથી અટક્યા નહીં અને બોલ્યા કે, કપડાં અને વાસણ ધોવામાં હેન્ડપંપનો ઉપયોગ કરો. પરંતુ પીવા માટે નહીં કરતા.
Last Updated : Nov 30, 2019, 11:28 PM IST