- કેવડિયામાં ડિફેન્સ કોન્ફરન્સનું આયોજન
- વડાપ્રધાન મોદી કોન્ફરન્સમાં બન્યા સહભાગી
- સવારે 9 કલાકે હેલિકોપ્ટરમાં પહોંચ્યો PM મોદી
નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે 9 કલાકે કેવડિયા ખાતે ટેન્ટ સિટી-2માં આયોજિત ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. આ સમયે કેવડિયા હેલિપૅડ ખાતે રક્ષા પ્રધાન રાજનાથસિંહ, બિપીન રાવત, રક્ષા સચિવ અજય કુમાર, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
કેવડિયામાં ચાલતી ડિફેન્સ કોન્ફ્રરન્સ PM મોદીની ઉપસ્થિતિમાં પૂર્ણ આ પણ વાંચોઃPM મોદી કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે ડિફેન્સ કૉન્ફરન્સમાં હાજર, દેશની સુરક્ષા બાબતે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે
આજે કોન્ફરન્સનો છેલ્લો દિવસ
આજે શનિવારે ડિફેન્સ કોન્ફરન્સનો છેલ્લો દિવસ હતો, ત્યારે આ કોન્ફરન્સમાં અગાઉથી જ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત, નૌકાદળના વડા એડમીરલ કર્મબીરસિંગ, ભૂમીદળના વડા જનરલ એમ.એમ.નરવણે, હવાઇદળના વડા એર.ચીફ.માર્શલ આર.કે.એસ ભદોરીયા અને DRDOના ચેરમને જી.સતીષ રેડ્ડી સહિત 70 જેટલા સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.