હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પડી રહી છે. ત્યારે ગરમીની સીઝનના કારણે અને હાલમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર રહેતો હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી વિગત અનુસાર હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની માત્ર 2654 મુલાકાત લીધી હતી.
કાળઝાળ ઉનાળાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ઘટાડો - AND
નર્મદાઃ હાલ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી 42 ડિગ્રી તાપમાનનો પારો ઉંચે ઉઠ્યો છે. તેમજ પરીક્ષાનો પણ માહોલ હોવાથી લોકો બહાર જવાનુ ટાળતા હોય છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ તે સ્થળે દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. અંદાજીત 10 હજારથી પણ વધારે પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલકાત લીધી હતી, પરંતુ હાલ ગરમીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
![કાળઝાળ ઉનાળાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ઘટાડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2922467-thumbnail-3x2-sardar.jpg)
સ્ટેચ્યુ ઓફ યુનિટી
છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો, છેલ્લા ત્રણ દિવસની અંદર માત્ર 10,965 પ્રવાસીઓ આવ્યાં હતા. એટલે કે હવે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
જો છેલ્લા ચાર દિવસના પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો, પહેલા 4303 પ્રવાસીઓ આવ્યા હતાં. પરંતુ વધતા તાપમાનને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટીને 2180 થઈ ગઈ છે.