- સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો
- 48 કલાકમાં માત્ર 7 સેમીનો ઘટાડો ગુરુવારે નોંધાયો
- ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી
નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 48 કલાકમાં માત્ર 7 સેમીનો ઘટાડો ગુરુવારે નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડતા ડેમ ની સપાટી સ્થિર થઈ છે. છેલ્લા 10 દિવસથી 115 થી 116 વચ્ચે રહે છે.
આ પણ વાંચો: નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 24 કલાકમાં ડેમની સપાટીમાં 34 સેમીનો વધારો થયો
વરસાદ ખેંચાય તો નર્મદા ડેમમાં પણ જળસંકટ ઉભું થઇ શકે છે
હાલ નર્મદા ડેમની સપાટી 115.75 મીટર છે. જોકે ઉપરવાસમાંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી પરંતુ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ સિંચાઈના પાણી માગ કરતા રાજ્ય સરકારે નર્મદાની મુખ્ય કેનાલમાં જે રોજનું 12 હજાર ક્યુસેક પાણી આપવામાં આવતું હતું. તેને વધારી હાલ 18 થી 20 હજાર કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ ગુરુવારે જ જાહેરાત કરી છે કે, ગુજરાતમાં પીવાના પાણીની તંગી નહીં પડે. નર્મદા ડેમમાં હાલ 4 હજાર MCM (મિલિયન ક્યુબિક મીટર ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જોકે આવનારા દિવસોમાં જો વરસાદ ખેંચાય અને ઉપરવામાં પાણીની આવક ન થાય તો નર્મદા ડેમમાં પણ જળસંકટ ઉભું થઇ શકે છે અને ખેડૂતોને સિંચાઈનું પાણી પણ આપવાનું બંધ કરી શકે છે.