દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે ઉમટી રહ્યા છે. ઓન લાઇન સ્ટેચ્યુ ઓફ યુનિટીનીની વ્યુઈંગ ગેલેરીનું એડવાન્સ બુકિંગ થઈ જતું હતું. ટુર ઓપરેટરોથી લઈ ટિકિટ બ્લેક કરનાર એટલે ૨૫ કે ૩૦ બુકીંગ ટિકિટ કરાવી લેતા હતા અને વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ મળતી ન હતી ત્યારે, આ ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે હવે એવું આયોજન કર્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી: પ્રવાસીઓના હિતમાં નિર્ણય, એક વ્યક્તિ 6 ટિકિટ ખરીદી શકશે - દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીની ટિકિટનું કોઈ કાળા બજાર ન કરી શકે અને પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે હવે એક સાથે 6થી વધુ ટિકિટ કોઈ પણ ઓનલાઈન કે, ઓફ લાઇન લઈ નહી શકે. જેનાથી કોઇ ટિકિટો કાળા બજારમાં વેંચાય તેવો પ્રશ્ન જ રહેશે નહી. ઓનલાઇનની સમસ્યા હવે કેટલાક અંશે નિવારણ કાઢવાનો હલ તંત્ર દ્વારા શોધવામાં આવ્યો છે. જો કે, 100 ટકા ઓનલાઇન બુકિંગ થયું છે કે, કોટા વધારવામાં આવ્યા છે જે, બાબતે કોઈપણ અધિકારીઓ બોલવા તૈયાર નથી.
ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવા માટે કોઈ વ્યક્તિ એક સાથે છથી વધારે તેવો ટિકિટ બુક કરી નહીં શકે એટલે કે, 6 થી વધારે ટિકિટ બુક કરવા જશે તો એ ટીકીટો બુક નહીં થાય. તેમજ મોબાઈલથી બુકિંગ કરાવતી વખતે વન ટાઈમ યુઝ ઓટીપી પણ આવે છે. જેના કારણે હવે હોટલ ટેન્ટસીટીમાં રૂમ બુક કરાવતા પ્રવાસીઓ જાતે મન ગમતા સ્લોટમાં ટિકિટ બુક કરાવી તે તેમના હિતમાં છે. કારણ કે, હવે હોટલ કે, ટેન્ટ સિટી સંચાલન કરાવનાર પણ એક સાથે 6 થી વધુ ટિકિટો બુક કરાવી શકશે નહીં. આ ઉપરાંત આગામી દિવસોમાં રેલવે જેવી ઓન લાઇન ટિકિટ જેવું સિસ્ટમ પણ કરી દેવાશે જેથી કોઈ કોઈ લે ભાગુ ટુર ઓપરેટરો પ્રવાસીઓને છેતરી ન શકે અને અહિયાં આવતા મોટાભાગના દરેક પ્રવાસી વ્યુઈંગ ગેલેરી જોઈ શકે.