નર્મદા: રાજપીપળાના રાજવંત પેલેસ ખાતે ન્યુયોર્કના કલાકારોએ ખાસ પ્રકારના ફ્લેગ હવામાં ઉડાડી જુદી જુદી આકૃતિઓ રચીને ફ્લેગ્સ અને વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં સમલૈંગિકો માટે યોજાયેલા ડાન્સ વર્કશોપનું નામ બોર્ડર ટુ બોમ્બે રાખવામાં આવ્યું હતું. યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ડાન્સ કલાકાર માઈકલ ડિક્સે ડાન્સ પરર્ફોર્મ કરી સમલૈંગિકોના ખાલી જીવનને ઉત્સાહથી ભરી દેવા જુદા-જુદા મુદ્દાઓની ફ્લેગની મદદથી આકૃતિઓ બનાવી ડાન્સ કર્યો હતો. જેનાથી એમની હતાશા દૂર થાય છે.
રાજપીપળાના રાજવંત પેલેસમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા સમલૈંગિકો માટે ડાન્સ વર્કશોપ યોજાયો - Rajpipla Rajwant Palace
ભારતના પ્રથમ રોયલ ગે-પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ વિશ્વભરના HIV પીડિતો અને સમલૈંગિકો માટે કામ કરે છે. પોતાના કામથી તેઓ આજે વિશ્વમાં જાણીતા થયા છે. રાજપીપળાના રાજવંત પેલેસ ખાતે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલની ઉપસ્થિતમાં ન્યૂયોર્કના કલાકારો દ્વારા સમલૈગિ કોમા ટેબ્લેટ ડાન્સ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેલ ટુ ફિમેલ ટ્રાન્સ જેન્ડરના ઓપરેશનો કરવા માટે વિશ્વ વિખ્યાત ખાસ મહેમાન તરીકે પધારેલ જેનવોટસન નામની જાણીતી મહિલા તબીબ આ કાર્યક્રમમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ એક માત્ર મહિલા તબીબે અત્યાર સુધી 300 થી વધુ પુરુષ જાતિમાંથી જાતિ પરિવર્તન કરીને ઓપરેશન કરીને પુરુષમાંથી સ્ત્રી બનાવ્યા છે.
આ અંગે મહિલા તબીબે જણાવ્યું હતું કે, જે લોકોમા પુરુષ હોવા છતા સ્ત્રીના લક્ષણો વધારે દેખાતા હોય તેવા પુરુષનુ જાતિ પરિવર્તન કરી શકાય છે. દરેકને પોતાની જાતિમાં જીવવાનો અધિકાર છે. જો કે, સ્ત્રીમાંથી ફરી પુરુષ બની શકાતુ નથી. આ સર્જરીનો ખર્ચ વિદેશમા કરોડોનો થતો હોય છે. જે ભારતમાં 10 લાખમાં થઈ જાય છે. જેથી ભારતમાં આ સર્જરી કરી સેવા કરવાની મારી ઇચ્છા છે.