#HappyWomensDay : CRPFની મહિલાઓ દ્વારા SOUથી મુંબઈ સુધી સાઈકલ રેલી કાઢી - નર્મદા તાજા સમાચાર
આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતેથી દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલી 40 જેટલી CRPFની મહિલાઓ અને યુવાનો દ્વારા મુંબઈ સુધીની સાયઈકલ યાત્રા કાઢવામાં આવી.
![#HappyWomensDay : CRPFની મહિલાઓ દ્વારા SOUથી મુંબઈ સુધી સાઈકલ રેલી કાઢી CRPFની મહિલાઓ દ્વારા SOUથી મુંબઈ સુધી બાઈક રેલી કાઢી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6339941-thumbnail-3x2-kljh.jpg)
નર્મદાઃ આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતેથી દેશના અલગ અલગ રાજ્યો માંથી આવેલા 40 જેટલા CRPFની મહિલાઓ અને યુવાનો દ્વારા મુંબઈ સુધીની સાઈકલ યાત્રા કાઢવામાં આવી હતી. આ સાઈકલ યાત્રાનો મુખ્ય હેતુ એ હતો કે, દેશમાં રહેતી મહિલાને પણ એક સંદેશ પહોંચે કે, મહિલા ઓ કોઈ પણ કાર્ય કરવા સક્ષમ છે અને તે દરેક કાર્ય કરી શકે છે અને તે માટે સ્ટેટ્યૂ ઓફ યુનિટીથી મુંબઈ સુધીની 10 દિવસની આ સાયકલ યાત્રા માર્ગમાં આવતા વિવિધ શહેરોમાં મહિલા સશક્તી કરણની વાતો મુકશે 10 દિવસ બાદ આવતા CRPFની સ્થાપના દિનની ઉજવણી આ સાયકલિસ્ટો મુંબઈમાં કરશે. જેમાં મહિલા CRPF મહિલાનો મુખ્ય હેતુ રહશે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી શરૂ થયેલ સાઇકલ રેલીમાં 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.