ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા ડેમમાં પાણીનો સતત વધારો, પ્રથમવાર સપાટી 138.68 મીટરને પાર - નર્મદા ડેમમાં પાણીનો સતત વધારો

નર્મદાઃ ડેમમાં પાણીનો સતત વધારો થઇ રહ્યો છે અને સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 138.68 મીટરને પાર ગઇ છે. હાલ 7,30,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 23 દરવાજા 4.10 મીટર સુધી ખોલીને 7,30,915 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાં 5176 mcm લાઈવ સ્ટોકનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે.

નર્મદા ડેમમાં પાણીનો સતત વધારો, પ્રથમવાર સપાટી 137.99 મીટરને પાર

By

Published : Sep 14, 2019, 12:18 PM IST

Updated : Sep 14, 2019, 2:14 PM IST

ભરૂચ અને નર્મદા જિલ્લાના કિનારાના વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા થઇ હતી. આ સાથે જ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે સાથે ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગરના ટર્બાઇન પણ ચાલુ હોવાથી સતત પાણીની આવક થઇ રહી છે.

નર્મદા ડેમમાં પાણીનો સતત વધારો, પ્રથમવાર સપાટી 138.68 મીટરને પાર

ભરૂચ કાંઠા વિસ્તારમાં વધુ પાણી ન ભરાય તે માટે ડેમનું સ્ટોરેજ વધારવા તથા વધુ માત્રમાં પાણી ન છોડવાનો તંત્ર એ નિર્ણય કર્યો છે. જો કે વડાપ્રધાનનું સપનું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પાણી ભરાશે, ત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાંની આસપાસ પણ પાણી ભરાતા આહલાદક દ્ર્શ્યો સર્જાયા છે.

Last Updated : Sep 14, 2019, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details