- કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાઈ
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા
- છેલ્લા દોઢ વર્ષમાં ભાજપના અંધભક્તોને પણ એહસાસ થયો કે ભાજપને સત્તા સોંપીને ભૂલ કરી છે
નર્મદાઃ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)હાજર રહ્યા હતા. તેઓએ આગામી ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા તૈયારી બતાવી અને કોરોના કાળમાં જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ચેતવણી આપી હોવા છતાં ગંભીરતા ના લીધી અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો. ચૂંટણીઓ યોજી, જેમાં બે લહેર આવી ગઈ છે.
આ પણ વાંચોઃ Congress Executive Meeting: જે સરકારને તમે વોટ આપ્યા તે જ સરકારે તેમને હોસ્પિટલમાં બેડ ન આપ્યાઃ ચાવડા
પ્રમુખથી લઈ તમામે સરકાર વિરોધી સુત્રોચાર કર્યા
કોરોનામાં રાજ્યમાં 2 લાખ લોકોના મોત થયા છે. આવી નિષ્ફળ સરકાર સામે દેખાવો કરવા બેઠક બાદ જાહેર રસ્તા પર ઉતરી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઈ તમામે સરકાર વિરોધી સુત્રોચાર કર્યા વિરોધપ્રદર્શન કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ સરકારને વિશ્વ સંસ્થાઓએ ચેતવણી આપી પણ જે પોતાની મનમાની કરી લોકોને મોતના મુખમાં ધકેલે છે.
સરકારે રથયાત્રા કરતા ત્રીજી લહેરની ચિંતા કરવી જોઇએ