ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાના 6 ગામના અસરગ્રસ્તો સાથે કોંગ્રેસે મિટિંગ કરી - કેવડિયા વિવાદ મુદ્દે

કેવડિયા વિવાદ મુદ્દે સમાધાન થાય એ માટે કોંગ્રેસના વિધાનસભાના 10 ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનોએ નર્મદા જિલ્લા કલકેટરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના લોકોની મુલાકાત કરી હતી.

નર્મદાના 6 ગામના અસરગ્રસ્તો સાથે કોંગ્રેસે મિટિંગ કરી
નર્મદાના 6 ગામના અસરગ્રસ્તો સાથે કોંગ્રેસે મિટિંગ કરી

By

Published : May 30, 2020, 7:53 PM IST

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટ માટે જગ્યાની જરૂર હોવાથી હાલ સરકાર દ્વારા કેવડિયા ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. જે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. અને લોકો પરેશાન છે. રોજ પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ સાથે ઘર્ષણ થતું હોવાથી આ બાબતે આદિવાસીઓની સમસ્યા જોવા અને કેવડિયા વિવાદ મુદ્દે કોઈ સમાધાન થાય એ માટે કોંગ્રેસના 10 વિધાનસભાના ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનો જિલ્લા કલકેટર નર્મદાની મુલાકાત કરી હતી.

નર્મદાના 6 ગામના અસરગ્રસ્તો સાથે કોંગ્રેસે મિટિંગ કરી

ત્યાર બાદ રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના લોકોની મુલાકાત કરી હતી. અને તેમના તમામ પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, પહેલા જે 6 ગામના લોકોએ પોતાની જે જમીન આપી, જેનું વળતર આજદિન સુધી મળ્યું નથી.

લોકડાઉનમાં અમારી રોજગારી પણ ચાલતી નથી. ત્યારે, સરકારના લોકડાઉનનું પુરે પૂરું પાલન કરીયે છીએ અને પોલીસ અને તંત્ર અમારી જમીનો પર ફેન્સીંગ કરી અમારી જમીન લઈ લે છે. ત્યારે હવે આ મુદ્દો રાજકીય બન્યો છે. અને ગ્રામજનો પણ હવે આ જમીન સરકારને ન આપવાનો નિર્ણય લીધો છે. સરકાર પાસે પહેલા પોતાની જમીનનું વળતર અને જમીન સામે જમીનની માગણી કરે છે. અથવા તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details