નર્મદા : ડેમના ઉપરવાસમાંથી 8982 ક્યુસેક પાણી આવક થઈ રહી છે. હાલ બંધની જળસપાટી 120.80 મીટર છે. સરોવર પણ 1357 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. નર્મદા ડેમની કોઈપણ બાબત હોય નર્મદા નિગમ ખુબ ગંભીરતાથી લેતા હોય છે. ડેમની સુરક્ષાથી લઇ ડેમમાં પાણીનો સંગ્રહ, વીજ ઉત્પાદન અને કેનાલોના કામો, પાણીની વહેંચણી એકદમ પદ્ધતિસર નર્મદા કંટ્રોલ ઓથોરિટીના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે થતું હોય છે.
કોરોનાના લોકડાઉન વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમની પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ - નર્મદા બંધ
સરદાર સરોવર નર્મદા બંધ ખાતે લોકડાઉન વચ્ચે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ વર્ષે પણ સારા ચોમાસાની શક્યતા એ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરવાની શક્યતાઓ નર્મદા નિગમના અધિકારીઓ જણાવી રહ્યા છે.
તાજેતરમાં ચોમાસુ આગામી 15 જૂન બાદ શરૂ થશે. એટલે તે પહેલા નર્મદા બંધના 30 રેડિયલ ગેટ, 23 30X30 મીટરના ગેટ અને 7 30X26 મીટરના ગેટ સરળતાથી અપ એન્ડ ડાઉન થાય. કોઈ ઇમર્જન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તો આ ઓટોમેટિક ગેટ ખુલી શકે તે માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગ કરવામાં આવી રહ્યું છે. જે માટે નર્મદા નિગમના ડાયરેક્ટર પી.સી.વ્યાસે ખાસ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખીને મિટિંગ પણ કરી હતી. લોકડાઉન વચ્ચે પણ કામ ચાલી રહ્યું છે.