નર્મદાઃ સ્ટેચ્યૂ ઑફ યુનિટી એકતાનગર ખાતે નર્મદા નદીની મહાઆરતી (Narmada river at Statue of Unity Ektanagar) યોજાઈ હતી, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યૂઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન મુખ્યપ્રધાને નર્મદા નદીની વેબસાઈટનું ઈ-લોકાર્પણ (CM launches Narmada Website) કર્યું હતું. આ વેબસાઈટ પરથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી આરતીના યજમાન બની શકશે. આ સાથે જ આદિવાસી ખેડૂતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જૂથ દ્વારા નિર્મિત પ્રસાદી પણ ઘેરબેઠા મેળવી શકાશે.
નર્મદા નદીમાં મ્યૂઝિકલ ફૂવારા સાથે મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ
નર્મદા મહાઆરતીના વેબસાઈટ લોન્ચિંગ પ્રંસગે (CM launches Narmada Website) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મા નર્મદા નદી નહીં પણ નદીની સાધના નર્મદા સલીલાના દર્શન માત્રથી ધન્ય થઈ જવાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યૂઅલ માધ્યમથી એકતાનગર ખાતે આવેલા ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે વડાપ્રધાનની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટિંગ, નદીમાં મ્યુઝિકલ ફૂવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાવ્યો છે.
આ પણ વાંચો-Statue of Equality Inauguration : વડાપ્રધાન મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું કર્યુ અનાવરણ