ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાના ડેડીયાપાડા ખાતે મુખ્યપ્રધાને 66 મી કન્યા છાત્રાલયનું કર્યુ લોકાર્પણ - Halpati Seva Sangh Bardoli

નર્મદાઃ સ્વામિનારાયણ વડતાલધામના નામે 108 કન્યા છાત્રાલય સમગ્ર ગુજરાતમાં બનાવવાનો સંકલ્પ છે. જે અંતર્ગત આજે ડેડીયાપાડાના સામરપાડા ગામે 66 માં કન્યા છાત્રાલયનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Halpati Seva Sangh Bardoli

By

Published : Oct 6, 2019, 10:56 PM IST

ઉલ્લેખનીય છે કે, હળપતિ સેવા સંઘ બારડોલી આયોજિત સ્વામિનારાયણ વડતાલધામના નામે 108 કન્યા છાત્રાલય સમગ્ર ગુજરાતમાં બનાવવાનો સંકલ્પ છે, જે અંતર્ગત 66 માં કન્યા છાત્રાલયના લોકાર્પણ સમયે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટે ગુજરાત કટિબદ્ધ છે. આ પ્રકારની છાત્રાલયો દ્વારા શિક્ષણને પ્રોત્સહન મળશે, નવી પેઢીને શિક્ષિત બનાવવા માટે ગુજરાત સરકારે 30 કરોડની ફાળવણી કરી છે. આ પ્રસંગે આશ્રમશાળાઓને સીક્સશનની ગુણવત્તા પ્રત્યે ધ્યાન આપવા માટે ખાસ ટકોર પણ કરી હતી.

નર્મદાના ડેડીયાપાડા ખાતે મુખ્યપ્રધાને 66 મી કન્યા છાત્રાલયનું કર્યુ લોકાર્પણ

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, મહંતો અમે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details