નર્મદાઃનર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે. હાલ 25 ડિસેમ્બર નાતાલનો પર્વ પૂર્ણ થયો. જ્યારે આગામી 31 ડિસેમ્બરે દેશ-વિદેશની સાથે ગુજરાતના ઘણા શહેરોમાં નવા વર્ષની ઉજવણી થવાની છે. ખાસ કરીને થર્ટી ફર્સ્ટ પર બુટલેગરો ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે મથામણ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસે પણ દારૂબંધીની કડક અમલવારી અને ગેરકાયદે દારૂ ઘુસાડનારા તત્વો સામે આકરી કાર્યવાહી કરવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે રાજ્યની મહત્વની સાગબારા-ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની કડક સૂચનાથી વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું છે. વાહનોની ચેકીંગની કાર્યવાહી માટે LCB, SOGની ટીમોમાં 200થી વધુ પોલીસે કવાયત હાથ ધરી છે.
Narmada Police: થર્ટી ફર્સ્ટને લઈને નર્મદા જિલ્લામાં પ્રવેશતા વાહનો પર પોલીસની ચાંપતી નજર, LCB-SOG સહિત 200થી વધુ પોલીસ દ્વારા ચેકિંગ - નર્મદા એસઓજી પોલીસ
31 ડિસેમ્બરની ઉજવણીને લઈને નર્મદા જિલ્લાના માર્ગે ગુજરાતમાં દારૂની હેરાફેરી કે ઘુષણખોરી ન થાય તેના માટે નર્મદા પોલીસે દિવસે કડક ચેકિંગ અને રાતે સઘન પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ઘરી છે. આ ચેકિંગની કાર્યવાહીમાં નર્મદા પોલીસે , LCB, SOG સહિત જિલ્લામાં 200 થી વધારે પોલીસ કર્મચારીઓને કામે લગાડ્યા છે.
Published : Dec 27, 2023, 1:27 PM IST
પોલીસનું કડક ચેકિંગઃ ગુજરાતને અડીને આવેલા દારૂબંધી મુક્ત રાજ્યોમાંથી દારૂ કે કેફી પીણું કે કોઈપણ પ્રકારનો માદક પદાર્થ ઘુસાડવામાં ના આવે તે માટે સાગબારા-ધનસેરા ચેકપોસ્ટ પર કડક ચેકીંગ કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું આયોજન થતું હોય છે. અને બુટલેગરો સક્રિય બનતાં હોય ત્યારે નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર પાસે આવેલો જિલ્લો છે. આ બોર્ડરથી કોઈપણ જાતના નશીલા પદાર્થનો જથ્થો ઘુસાડવામાં ન આવે તે માટે નર્મદા પોલીસે કમર કસી છે. દિવસ ઉપરાંત રાતના સમયે પણ કડક ચેકિંગ સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં 20થી વધુ ચેકિંગ પોઈન્ટઃજિલ્લામાં પણ કોઈ લોકો નસો કરીને વાહન ચલાવતા હોય તેવા ચાલકોની પણ ચેકીંગ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, નર્મદાની સાગબારા-ધનસેરા ચેકપોસ્ટથી લઈને જિલ્લાના ઘણા મહત્વના પોઈન્ટ પર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મળી 200 થી વધુ પોલીસ જવાનોનું જડબેસલાક ચેકિંગ ચાલી રહ્યું છે. આ મહિનામાં સતત ચેકીંગ કરતા બે મોટા ટ્રક નાની ગાડીઓ સહિત લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી છે. જિલ્લામાં 20 થી વધુ ચેકીંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.