ગુજરાત

gujarat

ETV Bharat / state

Lok Sabha Election 2024: ચૈતર વસાવાએ આપ-કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લોકસભા 2024ની ચૂંટણી લડવાની બતાવી તૈયારી

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડી શકે છે. મનસુખ વસાવા સામે ચૂંટણી લડવાની ચૈતર વસાવાએ જાહેરાત કરી છે.

chaitar-vasava-has-shown-his-readiness-to-contest-the-lok-sabha-elections-2024-under-the-alliance-of-aap-congress
chaitar-vasava-has-shown-his-readiness-to-contest-the-lok-sabha-elections-2024-under-the-alliance-of-aap-congress

By

Published : Aug 8, 2023, 11:56 AM IST

ચૈતર વસાવા, ધારાસભ્ય, આપ

નર્મદા:દેશમાં 2024માં લોકસભા ચૂંટણી યોજાવાની હોય જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. તાજેતરમાં જ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે જાહેરાત કરી છે. ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

'તેમની આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે તેમને કોઇ જાણ નથી કરવામાં આવી. સ્થાનિક લોકોની ઈચ્છા અનુસાર હું લડવા તૈયાર થયો છું. લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. જોકે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે અને જે રીતે આમ આદમી પાર્ટી નક્કી કરશે તે અમે કરીશુ.'-ચૈતર વસાવા, ધારાસભ્ય, આપ

મહત્વનું છે કે જો આપ અને કોંગ્રેસ અલગ થઇને લડે તો મત વહેચાઇ જાય તેમ છે. તેવામાં ચૈતર વસાવા આદિવાસી વિસ્તારનો એક મજબૂત ચહેરો માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ આપ-કોંગ્રેસ I.N.D.I.A. ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડે તેવા પણ સમાચાર સામે આવેલા છે. ચૈતર વસાવા ભરુચ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પુરેપુરી શકયતા જોવા મળી રહી છે.

'INDIA ની આગામી બેઠક મુંબઈ ખાતે મળવા જઈ રહી છે. ત્યારબાદ તમામ પક્ષ જે લોકસભાની બેઠક પર મજબૂત હશે તે પક્ષને ટિકિટ આપવામાં આવશે. હાલમાં કોઈપણ ઉમેદવારનું નામ લેવું ઉતાવળ કહી શકાશે. INDIA ગઠબંધન ખૂબ મજબૂતાઈથી આગામી લોકસભાની ચૂંટણી લડશે.'-સાગર રબારી, પ્રવક્તા, આમ આદમી પાર્ટી

આંકડાઓ ભાજપના પક્ષમાં:જોકે સામે ભાજપના સાંસદ એવા મનસુખ વસાવા ખૂબ સિનિયર અને લોકપ્રિય પણ છે. મનસુખ વસાવાની આ સાતમી ટર્મ છે. ચૈતર વસાવા મનસુખ વસાવાની સામે જીતનો દાવો અઘરો છે કેમકે ભરૂચ સંસદ મત વિસ્તારમાં સાત વિધાનસભાઓમાં 6 વિધાનસભા ભાજપ પાસે છે જ્યારે એકમાત્ર ડેડીયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે છે.

  1. Monsoon Session 2023: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, બંને સદન 12 વાગ્યા સુધી સ્થગિત
  2. No-confidence motion: રાહુલ ગાંધી આજે લોકસભામાં ચર્ચા શરૂ કરી શકે છે, PM 10 ઓગસ્ટે જવાબ આપે તેવી શક્યતા

ABOUT THE AUTHOR

...view details