ગુજરાત

gujarat

ETV Bharat / state

Chaitar Vasava Case: ચૈતર વસાવા કેસ મામલે જામીન અરજીની સુનાવણી આગામી 20 નવેમ્બરે, દિવાળી ભૂગર્ભમાં ઉજવવી પડશે - bail application will be heard on November 20

ચૈતર વસાવા કેસ મામલે જામીન અરજીની સુનાવણી આગામી 20 નવેમ્બરના રોજ યોજાશે. જોકે કોર્ટે પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.

chaitar-vasava-aap-mla-case-bail-application-will-be-heard-on-november-20
chaitar-vasava-aap-mla-case-bail-application-will-be-heard-on-november-20

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 7:04 PM IST

અમદાવાદ:આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયેલી ફરિયાદ મામલે કોર્ટ આગોતરા જામીન અંગેની સુનાવણી આગામી 20 નવેમ્બરના રોજ હાથ ધરશે. આમ દિવાળીનો તહેવાર ચૈતર વસાવાને ભૂગર્ભમાં રહીને ઉજવવનો પડશે. ઉલ્લેખનીય છે કે હાલ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે અને તેમની શોધખોળ યથાવત છે. કોર્ટે પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.

પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી:અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એન.આર.જોષીએ આગોતરા અને રેગ્યુલર જામીન અંગે સુનાવણી હાથ ધરી હતી. ગુરૂવારે સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલની દલીલો સાંભળીયા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરી હતી.

કયા મામલે નોંધાઈ ફરિયાદ?: થોડા દિવસ અગાઉ દેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા, માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નિવેદન કર્યા હતા. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Chaitar Vasava Case: ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, ઈસુદાન ગઢવીએ રુબરુ મળી ખબર અંતર પુછ્યા
  2. Chaitar Vasava Complaint : ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ મામલે આપ નેતાએ કર્યો ભાજપ પર આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details