ગુજરાત

gujarat

ETV Bharat / state

કેવડિયાની એકતા નગરીના તમામ પ્રોજેક્ટ સોલાર સિસ્ટમથી ચાલશે - CM vijay rupani

નર્મદાઃ વિશ્વનું સૌથી સુંદર ઈકો ટુરિઝમ સ્પોર્ટ કેવડિયા બની રહ્યું હોવાથી તેનું નામ એકતાનગરી રખાયું છે. આ જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. પરંતુ તેને મહેસુલી દરજ્જો આપવાનો બાકી છે. હાલ સરકાર કેવડીયાને ઈકો ફ્રેન્ડલી સ્થળ બનાવવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Statue of Unity

By

Published : Sep 22, 2019, 3:27 PM IST

આ એકતા નગરીના મોટાભાગના પ્રોજેક્ટો સોલાર સિસ્ટમથી ચલાવવામાં આવશે. એટલે કે પ્રોજેક્ટોના વિસ્તારને વપરાશ મુજબ વીજળી મળી રહે તે રીતે સોલાર પેનલો લગાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધની આજુબાજુમાં આવેલા મોટાભાગના પ્રોજેક્ટોમાં આ કૉન્સેપ્ટ અમલી થશે. સરકારનો સેવ એનર્જી, ક્લીન એનર્જી અને ગ્રીન કૉન્સેપ્ટને પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય છે.

કેવડિયાની એકતા નગરીને સોલાર સિસ્ટમ બેઈઝ બનાવાશે

હાલમાં સોલાર પ્લાન્ટ 1350 કિલો મેગાવોટનો છે તેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્ટેચ્યુની આજુબાજુમાં જે પ્રોજેક્ટો બની રહ્યા છે ત્યાં પણ કામગીરી ચાલુ છે. 1345 જેટલો પાવર જનરેટર કરી ક્લીન ઈકો ટુરિઝમનો કૉન્સેપ્ટ છે. જેથી આ સ્થળને ગ્રીન સ્પોટ બનાવાશે. જેમાં ચિલ્ડ્રન ગાર્ડનમાં 250 મેગા વોટ, જંગલ સફારીમાં 900 મેગા વોટ, રિવર રાફ્ટિંગમાં 20 મેગા વોટ, રેવા ભવનમાં 35 મેગા વોટ, કેક્ટસ ગાર્ડનમાં 100 મેગા વોટ, સર્કિટ હાઉસમાં 40 મેગા વોટ અને બટરફ્લાય ગાર્ડનમાં 35 મેગાવોટ વીજળીની જરુર પડશે.

ABOUT THE AUTHOR

...view details