- રાજનાથ સિંહ ગુજરાતના પ્રવાસે
- 2022 ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે
- વિપક્ષ પર સાધ્યો નિશાનો
નર્મદા: વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
2022 ચૂંટણની રણનીતિ ઘડવા દિલ્હીથી કાફલો આવ્યો નર્મદા બેઠકમાં ઘણા નેતાઓ જોડાયા
સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના પ્રધાન મંડળના સદસ્યો પુરુષોત્તમભાઇ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા.
2022 ચૂંટણની રણનીતિ ઘડવા દિલ્હીથી કાફલો આવ્યો નર્મદા આ પણ વાંચો : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી કૂદી યુવકે આત્મહત્યા કરી, વીડિયો વાયરલ
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, " આજે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈને આભારી છે. ગુજરાતમાં ભાજપાનાં કાર્યકરો એ સી આર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપ્યોગથી વધુ મજબૂત બની છે. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે ખરેખર ભાજપ પ્રજા નો વિશ્વાસ જીતવાની જમીન છે". તેમણે આગણ જણાવ્યું હતું કે, "2 વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે.થોડા સમયમાં ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ સંપૂર્ણ સ્વાવલંબી બનશે. કોઈ પણ બાબત નો વિરોધ કરવોએ શબ્દનો પર્યાય છે રાહુલ ગાંધી.
2022 ચૂંટણની રણનીતિ ઘડવા દિલ્હીથી કાફલો આવ્યો નર્મદા આ પણ વાંચો :અલગાવવાદી નેતા ગિલાનીના મૃત્યુ પર શોક પાળશે પાડોશી દેશ