ગુજરાત

gujarat

ETV Bharat / state

BTPના ધારાસભ્યે નર્મદામાં પાણી મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી

નર્મદા: આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમ જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લો નર્મદામાં હવે પાણી માટે આંદોલનનાં ભણકારા વાગી રહ્યા છે. દેદિયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ આજે નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

By

Published : May 9, 2019, 5:14 AM IST

Narmada

ધારાસભ્યના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પાણીનું સંકટ છે અને ગામડાઓમાં આજે મહિલાઓં 2-3 કિલોમીટર સુધી માથે બેડા મૂકીને પાણી ભરવા જાય છે. જિલ્લામાં એટલો મોટો નર્મદા ડેમ આવેલો છે અને એ પાણી સૌરાષ્ટ્રમાં આપવામા આવે છે. કરજણ અને હાંફેશ્વર પાણી યોજના ફેઈલ થઈ છે અને લોકોને પાણી પણ મળતું નથી. માટે જો 13 તારીખ સુધી ટેન્કરથી પાણી આપવાની વ્યવસ્થા નહી થાય તો અમે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીને સૌરાષ્ટ્ર જતું પાણી અટકાવીશું.

BTPના ધારાસભ્યે નર્મદામાં પાણી મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ABOUT THE AUTHOR

...view details