ગુજરાત

gujarat

ETV Bharat / state

BTP નેતા છોટુ વસાવા અને મહેશ વસાવાએ રાજ્યપાલ પાસે સુરક્ષા માગી - નર્મદા ન્યૂઝ

રાજ્યસભાની ચૂંટણી બાદ BTPએ પોતાની માંગણીઓ પૂરી ન થવા બાબતે વિરોધ કરી રહી રહ્યું છે, ત્યારે રાજકારણની ગલીયારોમાં BTP અને ભાજપ વચ્ચે સાઠગાંઠ હોવાની વાતોએ જોર પકડ્યું છે. તો બીજી તરફ છોટુવસાવાએ એક હાઈ વોલ્ટેજ ડ્રામા ઉભો કર્યો છે. જેમાં તેમણે પોતાના પર જીવલેણ હુમલો થવાની શંકા વ્યક્ત કરતો પત્ર લખ્યો છે અને તંત્ર પાસે સુરક્ષાની આપવાની માગ કરી છે.

BTP નેતા છોટુ વસાવા
BTP નેતા છોટુ વસાવા

By

Published : Jun 25, 2020, 12:20 PM IST

નર્મદાઃ તાજેતરમાં જ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં BTP એ પોતાની માંગણીઓ પૂરી થઈ ન હોવાના આક્ષેપ સાથે બહિષ્કાર કર્યો હતો. હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ભાજપે 3 અને કોંગ્રેસે 1 બેઠક પર જીત હાંસિલ કરી હતી. કોંગ્રેસે એક બેઠક પર હારનો સામનો કરાવવા પાછળ BTPએ મતદાન ન કરી ભાજપને આડકતરી રીતે ફાયદો કરાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસે BTP પર ભાજપને ફાયદો કરાવ્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

BTP નેતા છોટુવસાવા અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ પાસે માગી સુરક્ષા

હવે BTPના MLA પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાની દેહશત વ્યક્ત કરી રાષ્ટ્રપતિને સુરક્ષાની માંગ કરતો પત્ર લખતા એક નવો વળાંક આવ્યો છે.

BTPના MLA પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, BTP અનુસૂચિ 5 અને આદિવાસીઓના સંવિધાનિક હકોની અમલવારી ન હોવા મુદ્દે રાજ્યસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અમેં બન્નેએ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ન્યાય બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે. સમાજમાં વર્ગ વિગ્રહનો માહોલ વધી રહ્યો છે. અસમાનતાને લીધે સામંતાવાદી લોકોને સામાજિક એક્તા પસંદ નથી, જેથી સામાજિક વિઘટન થઈ રહ્યું છે.

BTP નેતા છોટુવસાવા અને મહેશ વસાવાએ રાજ્યપાલ પાસે માગી સુરક્ષા

તેમણે પત્રમાં આગળ લખ્યું હતું કે, દેશમાં શાંતિનો માહોલ બનાવી રાખવો જરૂરી છે. વિરોધ પક્ષને લીધે અમારા જીવને જોખમ છે. ભૂતકાળમાં પણ છોટુભાઈ વસાવાનું ફરઝી એન્કાઉન્ટરનું ષડ્યંત્ર ગુજરાત સરકાર-ગુજરાત પોલિસ અને કેટલાંક અસામાજિક તત્વો દ્વારા રચાઈ ચૂક્યું છે અને ભવિષ્યમાં પણ એવું થવાની સંભાવના છે. અમારા પર જાનલેવા હુમલો થવાની સંભાવનાઓને લીધે અમારી સુરક્ષા વ્યવસ્થા કરવી અનિવાર્ય થઈ પડી છે. જો અમારી સુરક્ષા બાબતની અણદેખી કરાશે તો એની જવાબદારી પ્રસાશનની રહેશે. કૃપા કરી વહેલી તકે અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે.

BTP નેતા છોટુવસાવા અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ પાસે માગી સુરક્ષા

આમ, રાજ્યસભાની ચૂંટણી બાદ BTPમાં રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. જેમાં રોજેરોજ કંઈક નવી જ ઘટનાઓ સામે આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details