ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા જિલ્લામાં "બેટી બચાવો બેટી પઢાવો" પ્રધાનમંત્રી યોજનાના નામે વેંચતા ફોર્મ બોગસ - નર્મદા જિલ્લાના સમાચાર

નર્મદા: "બેટી બચાવો બેટી પઢાવો" પ્રધાનમંત્રી યોજનાના નામે લોકો વચ્ચે ફોર્મ વહેંચવામાં આવ્યા હતા.શાતિર દિમાગના વ્યક્તિએ આખી યોજના ચલાવી હતી જેમાં દીકરીના પિતાને જ્યારે દિકરી 18 વર્ષની થાય તો પિતાને 2 લાખ રૂપિયા સહાય મળશે.

"બેટી બચાવો બેટી પઢાવો" પ્રધાનમંત્રી યોજનાના નામે વેંચતા ફોર્મ બોગસ

By

Published : Aug 3, 2019, 2:25 AM IST


આ ચ્રર્ચા સાંભળીને નર્મદા જિલ્લાના હજારો લોકોએ ફોર્મ મેળવવા પડાપડી કરી હતી. આ ફોર્મ ભરવા માટે 100 થી 200 રૂપિયા પણ પડાવ્યા હતા.આ ભરેલા ફોર્મ કેન્દ્રીય મહિલા કલ્યાણ વિભાગને દિલ્હી મોકલવા માટે પોસ્ટ ઓફિસોમાં ભારે ધસારો થતા જ આખી વાત બહાર આવી હતી.ઉલ્લેખનીય છે કે આ ફોર્મમાં પાલીકા પ્રમુખ અથવા તલાટીના સહી સિક્કા પણ કરાવી લેવાયા હતા.ત્યાં સુધી કોઈને ગંધ આવી ન હતી.એક સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને ફરિયાદ કરતા જ તેઓએ જિલ્લા આરોગ્ય વિભાગને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું કહેતા જ જિલ્લા આરોગ્ય અધિકારી એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરી છે.તો કલેક્ટરે કહ્યું હતું કે,જો કોઈ ફોર્મ વેંચતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી રાખવી પડશે.

"બેટી બચાવો બેટી પઢાવો" પ્રધાનમંત્રી યોજનાના નામે વેંચતા ફોર્મ બોગસ

ABOUT THE AUTHOR

...view details