ગુજરાત

gujarat

ETV Bharat / state

BJP OBC National Executive Meeting : મોદી સરકારે ઓબીસી સમાજ માટે ઘણું કર્યું છે - ઓબીસી સમાજ

કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક (BJP OBC National Executive Meeting) યોજાઈ છે. જેમાં હાજરી આપવા રાષ્ટ્રીય ઓબીસી અધ્યક્ષ ડો.કે લક્ષ્મણ અને રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય સભાના સાંસદ અરુણસિંહ સહિત આગેવાનો કેવડિયા પહોંચ્યાં હતાં. ઓબીસી સમાજ (OBC community) માટે મોદી સરકાર દ્વારા-ભાજપ દ્વારા ઘણા કામ થયાં હોવાની વાત કહેવામાં આવી હતી.

BJP OBC National Executive Meeting : મોદી સરકારે ઓબીસી સમાજ માટે ઘણું કર્યું છે
BJP OBC National Executive Meeting : મોદી સરકારે ઓબીસી સમાજ માટે ઘણું કર્યું છે

By

Published : Dec 3, 2021, 9:59 PM IST

  • ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક
  • 150 જેટલા ગણમાન્ય વ્યક્તિઓ પહોંચ્યાં કેવડિયા
  • રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણેે ભાજપમાં OBC મહત્ત્વને લઇ કરી વાત

કેવડિયાઃભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક (BJP OBC National Executive Meeting) કેવડિયાની એક ખાનગી હોટલમાં યોજાઈ છે. તેમાં 150 જેટલા વિવિધ રાજ્યોના ઓબીસી મોરચાના અધ્યક્ષો, મહામંત્રીઓ, રાજ્યસભાના અને લોકસભાના સભ્યો, સાથે ધારાસભ્યો સહિત હાજર રહ્યાં હતાં. આજે બેઠકના પહેલા દિવસે આગેવાનોએ નોંધણી કરી કેવડિયા પ્રવાસન સ્થળો પર પહોંચ્યાં હતાં.

ઓબીસી સમાજ માટે ઘણું કર્યું છે

OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકને (BJP OBC National Executive Meeting) લઇ વાત કરતાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણેે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓબીસી સમાજ (OBC community) માટે ઘણી યોજના (Modi government has done a lot for the OBC) કરી છે. વિકાસના કામો લઈને અમે આવનારી ચૂંટણીમાં લોકો પાસે જઈશું અને સારામાં સારું પ્રદર્શન કરશું.

મોદી સરકારે ઓબીસી સમાજ માટે ઘણું કર્યું છે

બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો

જ્યારે (BJP OBC National Executive Meeting) મહામંત્રી અરુણસિંહે જણાવ્યું હતું કે આગામી 5 રાજ્યોમાં ભાજપ તમામ સરકાર બનાવશે અને બહુમતીથી જીતવાના છે. સૌથી વધુ મોદી સરકારે પછાત જાતિઓ માટે કામ (Modi government has done a lot for the OBC) કર્યું છે. ઓબીસી સમાજના ઉત્થાન માટે કામ કર્યું છે. એજ કામને લઈને આખો સમાજ ભાજપ સાથે છે, કેન્દ્રમાં સૌથી વધુ ઓબીસી સમાજના (OBC community) પ્રધાનો છે.

કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

તેમણે કોંગ્રેસની ગતિવિધિને લઇને કોંગ્રેસ (Gujarat Congress) એકદમ બુદ્ધિહીન થઈ ગઈ છે જેમને બુદ્ધિની જરૂર છે. ભગવાન સદબુદ્ધિ આપે એવો કટાક્ષ કર્યો હતો. વધુમાં કહ્યું કે અમે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ કહીશું કે કોંગ્રેસને બુદ્ધિ આપે.

આ પણ વાંચોઃ Demand For Mid Day Meal : અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં વ્યાપક સમસ્યા, બાળકો ભૂખથી વલવલી રહ્યાં છે

આ પણ વાંચોઃ નર્મદામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કાર્યકર્તા સ્નેહમિલન સમારોહ યોજાયો

ABOUT THE AUTHOR

...view details