કરમસદથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી સુધી બાઈક રેલી યોજાઈ
સરદાર પટેલ મમોરિયલ, કરમસદ અને સી ટુ સી ગ્રુપ દ્વારા છેલ્લા 182 દિવસથી કરમસદના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ત્યારે આજે 26મી જાન્યુઆરીના દિવસે સરદારના વતન કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી બાઈક રેલી યોજાઈ હતી.
bike really held karmasad to narmada
નર્મદાઃ "સરદાર સ્વચ્છત્તા યાત્રા" અંતર્ગત 700થી વધુ બાઈક સાથે રેલી યોજાઈ હતી. બાઈક પર યુવાનો કેવડિયા સુધી તિરંગા હાથમાં લઈને પહોંચ્યા હતા. યુવાનોના મતે આપણા આદર્શ, ચરોતરના મસીહા સરદાર વલ્લભભાઈ પટેલની શરણમાં દેશની યુવાશક્તિ રાષ્ટ્રને સ્વચ્છ અને મજબૂત બનાવવાની શપથ લેવા 137 મીટરની બાઈક યાત્રા કરીને કેવડિયા પહોંચ્યા હતા.