નર્મદામાં 'પ્લાસ્ટિક મુક્ત ભારત' સંદર્ભે સરકારી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં બે રસપ્રદ અને સરકારને ગોથે ચઢાવે તેવી ઘટનાઓ બની.
પ્રથમ તો ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાની ફરી એકવાર જીભ લપસી પડી. નર્મદામાં યોજાયેલા પ્લાસ્ટિક મુક્ત ભારતના કાર્યક્રમમાં ભાષણ આપતા તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, કેમિકલવાળો ઈંગ્લીશ દારૂ શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાંખે છે, કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે. પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પ્રવચનમાં જણાવ્યું કે, ઘણા બધા પીણાં પોટલી સ્વરૂપે લઈ જાય છે, અને પોટલીથી તો નુકસાન જાય જ છે, પણ પોટલીમાં રહેલ પદાર્થ હોય છે. તેનાથી તો વધુ નુકસાન જાય છે.' એટલે તેમણે પોતાના ભાષણમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં દારૂના વેચાણ અંગે અપાયેલા નિવેદનનું જાણે સમર્થન કર્યું હોય તેમ જણાયું. જ્યારે બીજીતરફ ગુજરાતના મુખ્ય પ્રધાને રાજસ્થાન CMના નિવેદનને ફગાવી દીધું હતુ. આવા સમયે ભરૂચ સાંસદનું આ નિવેદન ઘણું મહત્વનું બની ગયુ છે. વળી, જ્યારે આ અંગે પત્રકારો દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પોતાના બચાવમાં કહ્યું કે, સરકાર અને પોલીસ દારૂના અડ્ડા પર કાર્યવાહી કરતી જ હોય છે.