ગુજરાત

gujarat

ETV Bharat / state

નાનકડા વાલ્મિકી આશ્રમના કમલાકર મહારાજને રામમંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં મળ્યું આમંત્રણ - વાલ્મિકી આશ્રમ

અયોધ્યાના રામમંદિર ખાતે યોજાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડા પ્રધાન સહિત અનેક દિગ્ગજોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લામાં વાલ્મિકી આશ્રમના કમલાકર મહારાજને પણ આમંત્રણ આપવામાં નક્કી કરવામાં આવ્યું છે. આ સમાચારથી સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વાંચો નાનકડા વાલ્મિકી આશ્રમના મહંતને મળેલ ભવ્ય આમંત્રણ વિશે વિગતવાર. Ayoddhya Ram Mandir Grand Pran Pratishtha Valmiki Ashram

રામમંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં નર્મદાના બે સંતોને મળશે આમંત્રણ
રામમંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં નર્મદાના બે સંતોને મળશે આમંત્રણ

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 6:15 PM IST

રામમંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં વડા પ્રધાન સહિત દિગ્ગજો પધારશે

નર્મદાઃ સમગ્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓ માટે ગર્વનો અવસર એટલે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આ મહોત્સવમાં વડા પ્રધાન સહિત અનેક ક્ષેત્રના દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સાધુ સંત સમાજની વાત કરવામાં આવે તો, આમંત્રણ કોણે મળશે તે યક્ષ પ્રશ્ન બની ગયો છે. આ શ્રેણીમાં કયા મોટા મોટા સાધુ સંતોને આમંત્રણ મળશે તેના સમાચાર અવારનવાર પ્રસિદ્ધ થતા રહે છે. આ સમાચારોમાં એક સમાચાર એવા પણ છે કે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નર્મદા જિલ્લાના બે સંતોને પણ આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બે આશ્રમના મહંતને આમંત્રણઃ નર્મદા જિલ્લાના બોરિયા ખાતે આવેલ વાલ્મિકી આશ્રમ ચલાવતા મહંત કમલાકર મહારાજ અને ડેડીયાપાડાના જલારામ આશ્રમના સુરેન્દ્રગીરી મહારાજને આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બોરિયાના વાલ્મિકી આશ્રમમાં આદિવાસી વિદ્યાર્થીઓને ગુરુકુળના સંસ્કાર આપવાનું સદકાર્ય થઈ રહ્યું છે. જ્યારે ડેડીયાપાડાના જલારામ આશ્રમમાં પણ સનાતન ધર્મને લગતા અનેક સદકાર્યો થતા રહે છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં માનવ સેવા એ પ્રભુસેવા ગણવામાં આવે છે. આ ઉક્તિને સાર્થક કરતા બંને આશ્રમોના મહંતોને રામમંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મને આ કાર્યક્રમમાં આમંત્રણ મળવાનું છે તેનો આનંદ વર્ણવો શક્ય નથી. હું વિદ્યાર્થીઓને ઋષિ પરંપરાનું શિક્ષણ આપું છું તે સેવા કાર્યો બદલ વિશ્વ હિન્દુ પરિષદ મને રવિવારે રુબરુમાં આમંત્રણ પાઠવશે...કમલાકર મહારાજ(મહંત, વાલ્મિકી આશ્રમ, નર્મદા)

  1. અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે
  2. અયોધ્યાના રામ મંદિરમાં પુજારી તરીકે મોહિત પાંડેની પસંદગી, દૂધેશ્વર વેદ વિધ્યાપીઠના રહી ચુક્યાં છે વિદ્યાર્થી

ABOUT THE AUTHOR

...view details