નર્મદાઅમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેન(Sea plane ) શરૂ કરવામાં આવ્યો હતો. દેશમાં સર્વપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોક્કસથી લઈ શકે છે. પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.
ઉડ્ડયન પ્રધાન સી પ્લેન બાબતે મૌનવોટર એરોડ્રામ બનાવવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ કેવડીયાને પસંદ કરવામાં આવ્યું છે. પૂર્ણેશ મોદી કેવડીયા વોટર એરોડ્રામની મુલાકાત( Purnesh Modi visit Kevadiya Water Aerodrome)લેવા પહોંચ્યા હતા. અમદાવાદથી કેવડિયા સીપ્લેન સેવા ફરી શરૂ થાય એ માટે રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાને પ્રશ્ન કરતા પૂર્ણેશ મોદીએ મૌન સેવ્યું છે. પૂર્ણેશ મોદી જણાવ્યું કે વોટર એરોડ્રામની મુલાકાત લીધી અને નવી જેટી બનાવવાની વાત કરી પણ હજુ સી પ્લેન ક્યારે ઉડશે તે અંગે કહ્યું પ્રક્રિયા ચાલું છે તેવુ જણાવ્યું હતું.
આ પણ વાંચોAhmedabad To Kevadia Sea plane: શું અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા ફરી શરૂ થશે?
એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાતઆગામી દિવસોમાં અનેક પ્રવાસીઓનો અહીંયા વધારો થવાનો છે. સાથે સાથે આ એરોડ્રામના વિકાસ અને જેટી બનાવવાના વિષય સંદર્ભે સ્થળ નિરીક્ષણ કરીને અહીં એક સારું પ્લેટફોર્મ તૈયાર થાય તેવો આશય આજની આ મુલાકાતનો રહેલો છે. અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 2 વર્ષથી બંધ છે. એને ચાલુ રહ્યું જેમાં પણ માંડ ઉડ્યું કે મેન્ટેનન્સ માંગવા માંડ્યું છે. હવે નાગરિક ઉડ્ડયન પ્રધાન અને નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશ મોદી આજે શુક્રવારના રોજ કેવડિયા એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાત કરી જેમાં વોટર એરોડ્રામનું રીનોવેશન અને જેટી નવી બનાવવાની વાત કરી હતી.
આ પણ વાંચોકેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન સમક્ષ પ્રધાન પૂર્ણેશ મોદીએ 10 મુદ્દા પર કરી ચર્ચા, રાજ્યમાં શરૂ થશે એર એમ્બુલન્સ સર્વિસ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉજવણીપરંતુ સી પ્લેન ક્યારે સારું થશેએ વાત પર મૌન સેવી પ્લેનની વાતે અંદર પ્રિસીઝરમાં છે. જોકે 31 ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉજવણી કરવામાં આવશે. હાલની વોટર એરોડ્રામ પરની મુલાકાત કરી અને જે બાકી કામો જલ્દી પૂરું કરવાની વાત પરથી પાકું એમ કહી શકાય કે હવે 31 ઓકટોમ્બર પહેલા સી પ્લેન શરૂ થશે એટલે હવે લોકોને માટે ફરી આ સી પ્લેન સુવિધા મળી રહેશે.