ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાના જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ માટે હીટરની વ્યવસ્થા - The hills of Satpuda and Vindhyachal

નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ 375 એકરમાં પથરાયેલ જંગલ સફારીમાં 1500 જેટલા નાના મોટા પશુ પક્ષીઓ દેશી અને વેદેશી બંને રાખવામાં આવ્યા છે.  હાલ નર્મદામાં વાતાવરણનો પારો 10 થી 12 ડીગ્રી પર જતાં ખાસ કરીને રાત્રે ઠંડીનો ચમકારો વધે છે. ખાસ જંગલ વિસ્તારને કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થાય છે. ત્યારે આ પશુ પક્ષીઓને ઠંડી જેવા મોસમમાં રક્ષણ મળે તેના માટે જંગલ સફારીની આખી ટીમ રાત દિવસ કામ કરી રહી છે.

નર્મદાના જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ માટે હીટરની વ્યવસ્થા
નર્મદાના જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ માટે હીટરની વ્યવસ્થા

By

Published : Dec 28, 2020, 12:03 PM IST

  • નર્મદામાં વાતાવરણનો પારો 10 થી 12 ડીગ્રી
  • પ્રવાસીઓ માટે એક સારા સમાચાર
  • જંગલ સફારી પાર્કની ટિકિટના સ્લોટ હટાવાયા


નર્મદા : જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ 375 એકરમાં પથરાયેલ જંગલ સફારીમાં 1500 જેટલા નાના મોટા પશુ પક્ષીઓ દેશી અને વેદેશી બંને રાખવામાં આવ્યા છે. હાલ નર્મદામાં વાતાવરણનો પારો 10 થી 12 ડીગ્રી પર જતાં ખાસ કરીને રાત્રે ઠંડીનો ચમકારો વધે છે. ખાસ જંગલ વિસ્તારને કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થાય છે. ત્યારે આ પશુ પક્ષીઓને ઠંડી જેવા મોસમમાં રક્ષણ મળે તેના માટે જંગલ સફારીની આખી ટીમ રાત દિવસ કામ કરી રહી છે.

નર્મદાના જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ માટે હીટરની વ્યવસ્થા

પ્રાણીઓ માટે લીલીનેટ અને હીટરની વ્યવસ્થા

પશુ પક્ષીઓને વધુ ઠંડી ના લાગે એ માટે રાત્રે તેમને કોટેજમાં લઈ જવામાં આવે છે. જેની આજુબાજુ લીલી નેટ લગાવવામાં આવે અને તમામ કોટેજ બહાર હીટર મશીન લગાવવામાં આવ્યા છે. જેનાથી વાતાનુકુલીત રૂમ બને જેમાં પશુ પક્ષી નિરાંતે રહી શકે. હાલમાં નર્મદા જિલ્લામાં મોસમ એકદમ ખુશનુમા છે. સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે જંગલ સફારીમાં પશુ પક્ષીઓને મોજ પડી છે.

પ્રવાસીઓ માટે ઓનલાઇન ટિકિટ

હવે નર્મદા જિલ્લાના જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે ટિકિટ માટે સ્લોટ હટાવી દેવામાં આવ્યું છે. હવે પ્રવાસીઓ માટે ઓનલાઇન ટિકિટ સહેલાયથી મળી શકશે. કોરોના મહામારીને કારણે જંગલ સફારી પાર્ક 6 મહિના બંધ રાખવામાં આવ્યું હતું. જેને 31 ઓક્ટોમ્બરના દિવસથી પ્રવસીઓ માટે સ્લોટ પારી માર્યાદિત ટિકિટ રાખવામાં આવી હતી. જેથી કોરોના સંક્રમણ ન ફેલાઇ. જોકે, આ ઓનલાઇન ટિકિટમાં કેટલાંક પ્રવાસીઓને ટિકિટ ન મળતા નિરાશ થયા હતા. જેને જંગલ સફારી પાર્કના વહીવટદારો દ્વારા ઓનલાઇન ટિકિટની મર્યાદા કાઢી નાખી ઓલટાઈમ ઓનલાઇન ટિકિટ કરી દેતા પ્રવાસીઓમાં આનંદ છવાયો હતો. હવે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જંગલ સફારી પાર્કમાં ઉમટી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details