ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશ વિરોધી તાકતો ગુજરાતમાં ભાજપને હરાવવા આવી છે, ગુજરાતની પ્રજા તેમને જાકારો આપશે - પ્રદીપસિંહ વાઘેલા - Anti-national forces have come to defeat BJP in Gujarat says pradipsinh vaghela

નર્મદા જિલ્લાના ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા આવ્યા હતા. જેમણે વૃક્ષા રોપણ કર્યું હતુંં અને જળસંચય કાર્યક્રમ બાદ સ્થાનિક કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દેશ વિરોધીઓ તાકતો એક થઈને ગુજરાતમાં ભાજપને હરાવવા આવવાની છે. ગુજરાતની જનતા દેશ વિરોધી તાકતોને જાકારો આપશે.

દેશ વિરોધી તાકતો ગુજરાતમાં ભાજપને હરાવવા આવી છે
દેશ વિરોધી તાકતો ગુજરાતમાં ભાજપને હરાવવા આવી છે

By

Published : Jul 20, 2021, 9:44 PM IST

  • ભાજપના પ્રદેશ મહામંત્રીનું નિવેદન
  • દેશ વિરોધી તાકતો ગુજરાતમાં ભાજપને હરાવવા આવી છે
  • ગુજરાતની જનતા દેશ વિરોધી તાકતોને જાકારો આપશે

નર્મદા : જિલ્લાના ધારીખેડા સ્થિત સુગર ફેક્ટરી ખાતે ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ સ્થાનિક કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશ વિરોધીઓ તાકતો એક થઈને ગુજરાતમાં ભાજપને હરાવવા આવવાની છે. ગુજરાતની જનતા દેશ વિરોધી તાકતોને જાકારો આપશે.

દેશ વિરોધી તાકતો ગુજરાતમાં ભાજપને હરાવવા આવી છે

ગુજરાતની જનતાએ 25 વર્ષથી ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષે લક્ષ્ય મૂક્યું છે કે, ગુજરાતમાં 182 વિધાનસભામાં જીતીશું. કેન્દ્રને રાજ્ય સરકારના વિકાસનાં ભાથા લઈ અમે પ્રજા પાસે જઈશું. રાજ્યના વિકાસ કરવાની ક્ષમતા ભાજપ પાસે છે. ગુજરાતની જનતાએ છેલ્લા 25 વર્ષથી ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. જે વિશ્વાસ સાથે ફરી ગુજરાતની જનતા BJPને જીત અપાવશે.

ABOUT THE AUTHOR

...view details