બટરફલાય ગાર્ડનમાં બાળકોને સૌથી પ્રિય એવા રંગબેરંગી બટરફ્લાય જોવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તૈયાર થઈ રહેલા અવનવા પ્રોજેક્ટમાં એક પ્રોજેક્ટ બટરફ્લાય ગાર્ડન છે. આ બટર ફ્લાય ગાર્ડનમાં અહીં આવતાં સહેલાણીઓનું મન પ્રફુલ્લિત કરી દેશે. ભારતની તમામ પ્રજાતિ સાથે વિદેશોની 50થી વધુ પ્રજાતીનાં પતંગિયા જોવા મળશે. હાલમાં તંત્ર દ્વારા બટર ફ્લાય ગાર્ડનને વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું... - નર્મદા ન્યુઝ
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બટરફ્લાય ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે. જેની મુલાકાતે આવતા સહેલાણીઓ માટે તે વધુ એક આકર્ષણનું કેંન્દ્ર બન્યું છે. આગામી દિવસોમાં બટર ફ્લાય ગાર્ડન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ખુલ્લું મુકવામાં આવશે.
નર્મદા વન વિભાગ ગોરા રેન્જ સાથે ગીર ફાઉન્ડેશન દ્વારા હાલ બટરફલાય ગાર્ડન વિકસાવવામાં આવી રહ્યું છે. 31 ઓક્ટોબરનાં 5 દિવસ પહેલા આ રંગ બે રંગી પતંગિયા લાવવામાં આવશે. જે અનેરું આકર્ષણ ઉભું કરશે, એટલું જ નહિં પતંગિયા માટે વિકાસ કેંન્દ્ર પણ બનશે જેના માટે તેના ખાસ કેર ટેકર મુકવામાં આવશે. આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે આ બટરફ્લાય ગાર્ડન ખુલ્લું મુકવામાં આવશે, ત્યારે વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે તૈયાર થઈ રહેલા અવનવા પ્રોજેક્ટ અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.