ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશપ્રધાન એસ જયશંકરે અમૃત સરોવર યોજના શરુ કરાવી, દેશમાં પ્રથમ અમૃત સરોવરનું નિર્માણ - અમૃત સરોવર યોજના

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગર્ત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યાઓને હલ કરવા કેન્દ્ર સરકાર દ્વારા અમૃત સરોવર પ્રોજેકટ ( Amrit Sarovar Project In Lachhras Narmada )અમલમાં મૂકાયો છે. આ સંદર્ભમાં કેન્દ્રીય વિદેશપ્રધાન ડોક્ટર એસ જયશંકરે નર્મદાના લાછરસ ગામે અમૃત સરોવર પ્રોજેક્ટની સ્થળ મુલાકાત (Union External Affairs Minister Dr S Jaishankar visit ) લીધી હતી.

વિદેશપ્રધાન એસ જયશંકરે અમૃત સરોવર યોજના શરુ કરાવી, દેશમાં પ્રથમ અમૃત સરોવરનું નિર્માણ
વિદેશપ્રધાન એસ જયશંકરે અમૃત સરોવર યોજના શરુ કરાવી, દેશમાં પ્રથમ અમૃત સરોવરનું નિર્માણ

By

Published : Sep 3, 2022, 8:59 PM IST

નર્મદા કેન્દ્રીય વિદેશપ્રધાન ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરે નર્મદા જિલ્લાના લાછરસ ગામે અમૃત સરોવરની ( Amrit Sarovar Project In Lachhras Narmada ) મુલાકાત લઈ સૌને સાથ સહકાર આપવા વિનંતી.કરી હતી. તેમણે (Union External Affairs Minister Dr S Jaishankar visit ) આજે દેશમાં પ્રથમ અમૃત સરોવરનું (First Amrit Sarovar in India ) પૂજન કર્યું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યાઓને હલ કરવા કેન્દ્ર સરકાર દ્વારા અમૃત સરોવર પ્રોજેકટ અમલમાં મૂકાયો છે

શું છે અમૃત સરોવર પ્રોજેકટઅમૃત સરોવર પ્રોજેક્ટની શરુઆત કરાવતાં તેમણે પૂજન કર્યું હતું. આ અવસરે ઉપસ્થિતોને સંબોધતાં તેમણે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યાઓને હલ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૃત સરોવર પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. લાછરસના આ અમૃત સરોવર થકી લોકોને તેના પાણીથી ખૂબ ફાયદો થશે અને જમીનના જળસ્તર ઉંચા આવશે.

લોકો સહકાર આપે એવી અપીલ ઉલ્લેખનીય છે કે દેશના તમામ રાજ્યોમાં 7500થી વધુ જિલ્લાઓમાં 50000થી વધુ જગ્યાઓ પર આવા તળાવોને અમૃત સરોવર પ્રોજેકટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યાં યુદ્ધના ધોરણે કામગીરીઓ ચાલી રહી છે. ત્યારે વિદેશપ્રધાન ડોક્ટર એસ જયશંકર જાતે લાછરસ ગામે જઈને અમૃત સરોવર યોજના હેઠળ પસંદ થયેલા તળાવનું નિરીક્ષણ કર્યું અને પૂજા કરી હતી. આ તકે તેમણે તંત્ર કામ કરે તેમાં લોકો સહકાર આપે એવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details