નર્મદાકાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 15 અને 16મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ટેન્ટસીટી 2 ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન (All India Conference in Narmada) કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા પ્રધાનો અને કાયદા સચિવો ભાગ લીધો છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજીજુનું આ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપ્યું અને જરૂરી ચર્ચા કરી હતી. (all india conference 2022)
કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુ અધ્યક્ષસ્થાને સચિવઓની કોન્ફરન્સમાં PM - CM જોડાયા - એકતાનગર ટેન્ટસીટી 2 દિવસીય કોન્ફ્રરન્સ
નર્મદામાં કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું (All India Conference in Narmada) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજીજુનું આ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપ્યું હતું. (akhil bharatiya parishad Organized in Narmada)
![કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુ અધ્યક્ષસ્થાને સચિવઓની કોન્ફરન્સમાં PM - CM જોડાયા કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુ અધ્યક્ષસ્થાને સચિવઓની કોન્ફરન્સમાં PM - CM જોડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16687146-thumbnail-3x2-narmada.jpg)
ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ એકતાનગર નર્મદા ટેન્ટસીટી 2 ખાતે કાયદા પ્રધાનો અને કાયદા સચિવઓની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સનો (All India Conference) પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા અને કોન્ફરન્સને શુભેચ્છાઓ આપી હતી. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજીજુના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો.(akhil bharatiya parishad Organized in Narmada)
5 જીની સ્પીડમાં ઓનલાઇન કોર્ટ કરવા આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને 5 જીની સ્પીડમાં ઓનલાઇન કોર્ટ કરવા, પેપર મુક્ત વહીવટ કરવાની ચર્ચા કરી સાથે સહિત દેશમાં કોર્ટની કાર્યવાહી ઝડપી બનાવવા સાથે, પેન્ડિંગ કેસોની નિકાલ અને કાયદા અને વ્યવસ્થાઓ માટે કોર્ટ હાઇકોર્ટ સહિત ઉચ્ચ કોર્ટોમાં થતી કામગીરીને લઇને બંધ બારણે ચર્ચાની અટકળો. જેનો ફાઇનલ રિપોર્ટ વડાપ્રધાને સોંપવામાં આવી અને અહીંયા કરાયેલા નિર્ણયો આખા દેશના ન્યાયાધીશ દ્વારા પાલન કરવામાં આવશે. (All India Conference at Garudeshwar)