- ડેડિયાપાડા તાલુકાનાં રસ્તાના ખાતમુહુર્તમાં દારૂથી અભિષેક
- આ વિવાદિત ઘટનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા નારાજ
- સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરી અવાજ ઉઠાવ્યો
નર્મદાઃ 25 ઓક્ટોબરે જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનાં રસ્તાના ખાતમુહુર્તમાં દારૂથી અભિષેક કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન બહાદુર વસાવા, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા જેવા નેતાઓ હાજર હતા. આ કાર્યક્રમમાં આ વિવાદિત ઘટનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે.
ખાતમુહુર્તમાં દારૂથી કરાયો અભિષેક
25 ઓકટોબરે થયેલા ડેડિયાપાડા તાલુકાના રસ્તાના ખાતમુહૂર્તમાં અભિષેક માટે દારૂ વપરાયો છે. આદિવાસી સમાજની પરંપરા અનુસાર ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કરવામાં આવે છે. પરંતુ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ રિવાજ બંધ કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. આમ છતાં કોંગ્રસ આદિવાસી ધારાસભ્યો, BTPના નેતાઓ, ભાજપા નેતાઓની ઉપસ્થિતિમાં પણ દારુથી અભિષેક કરવામાં આવ્યો છે.