- અહેમદ પટેલનો પુત્રએ વાંદરી ગામની મુલાકાત લીધી
- ગામજનો સાથે કર્યો સંવાદ
- અધુરા કામ પૂર્ણ કરવાનો કર્યો નિર્ણય
નર્મદાઃકોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા ડેડીયાપાડાનું અંતરિયાળ એવું વાંદરી ગામ દત્તક લીધુ છે. આજે આ ગામમાં હજુ કેટલા અધૂરા કામ અહેમદ પટેલ દ્વારા રાખવામાં આવ્યા છે. જેને પૂર્ણ કરવા સોમવારના રોજ અહેમદ પટેલનો પુત્ર ફેજલ ડેડીયાપાડાના વાંદરી ગામની મુલાકત લીધી હતી. તેની સાથે ધારાસભ્ય પી.ડી.વસાવા સહિત કોંગ્રેસી આગેવાનો હાજર રહી પોતાના અહેમદ પટેલના બાકી રહેલા કામ પૂર્ણ કરશે. એવી આશા વ્યક્ત કરી હતી.
અહેમદ પટેલની જગ્યાએ તેમનો પુત્ર ફૈઝલ રાજનીતિમાં આવશે આપ્યા સંકેત અધૂરા કામો અને અન્ય સમસ્યા દૂર થશે એવી ગ્રામજકનોમાં આશા
આ સાથે ગ્રામજનો સાથે સીધો સંપર્ક કરી કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને ગ્રામજનોએ ફૈઝલ પટેલમાં અહેમદ પટેલની છબી જોઈ તેમના અધૂરા કામો અને અન્ય સમસ્યા દૂર થશે એવી ગ્રામજકનોમાં આશા સેવાઇ હતી.
ગામમાં અનેક કામો બાકી જેને પૂર્ણ કરશે ફૈઝલ
ફૈઝલ પટેલ અત્યારે રાજકારણમાં નહીં આવવાની વાત કરતા હતા અને પોતાના પિતાની જેમ સેવા કરવાની વાત કરે છે. પરંતુ વાંદરી ગામની મુલાકાત દરમ્યાન તેમણે જણાવ્યું કે સમય આવતા દેખા જાયેગા. એટલે આગામી સમયમાં રાજકારણમાં પ્રવેશ લેશે ખરા. આ સાથે ગ્રામજનોએ રજૂઆત કરી કે વાંદરી ગામનો પ્રવેશ દ્વાર, પ્રાથમિક શાળા અહેમદ પટેલની નામે બને અને ગામમાં તેમનું સ્ટેચ્યુ મુકાય એવી ગ્રામજનોએ માંગ કરી હતી.