કરજણ જળાશય યોજના હાલ પાણી ભરપૂર છે. 50 ટકા ડેમ હાલ ભરેલો છે. સરકાર મન ફાવે તેમ કરજણનું પાણી વેડફી રહી છે. પૂનમ હોય કે અમાસ નર્મદા સ્નાન માટે કરજણમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ જમણા કાંઠામાં 100 અને ડાબા કાંઠામાં 100, પરંતુ પાવર જનરેશનમાં 425 ક્યુસેક પાણી ખર્ચાઈ ડિસ્ચાર્જ ડાબા કાંઠામાં જ થાય છે.
40 વર્ષ બાદ કરજણ ડેમનું પાણી કેનલમાં આવ્યું, 625 ક્યુસેક પાણી છોડાયું - gujaratinews
નર્મદા: કરજણ કેનાલમાં તાજેતરમાં 625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં જમણા કાંઠામાં 100 ક્યુસેક અને ડાબા કાંઠામાં 525 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે. જમણા કાંઠામાં રિપેરીંગ કામ ચાલુ છે. જેથી ટેસ્ટિંગ માટે પાણી છોડાયું હોવાનું જાણવા મળ્યું છે. આ પાણી ક્યાં સુધી આગળ જાય તે જોવા 50 ક્યુસેકની જગ્યાએ 100 ક્યુસેક પાણી છોડાયું છે. આ પાણી ક-સીઝને ગોરા સુધી પહોંચ્યુ છે. સીઝનમાં પણ આધિકારીઓ આવું ટેસ્ટિંગ કરે તો ખેડૂતોને ફાયદો થશે. તેવો રોષ કેનાલ વિભાગ પર કાઢી રહ્યા છે.
40 વર્ષ બાદ કરજણ ડેમનું પાણી કેનલમાં આવ્યું
રીંપેરેશન કેનાલોનું ચાલુ છે. જેથી પાણી છોડવામાં આવે છે, પરંતુ આ પાણીનો બગાડ છે. આ બાબતે કરજણના અધિકારીઓ કાંઈ કહેતા નથી. પાણી વિતરણ વ્યવસ્થા તૈયાર થાય તો છેવાડાના ખેડૂત સુધી પાણી મળે. ગોરા ગામે 40 વર્ષથી કેનાલ બની છે. જેમાં દાદાગીરી કરીને રાજપીપલાથી નજીકના ગામો પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ ભાણાદરાથી ભીલવસી, બોરિયા, પીપરીયા, અને ગોરા સુધી પાણી પહોંચતું નથી. પીપરીયા માઇનોરમાં પાણી નિયમિત થાય તેવી માંગ ઉઠી છે.