ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાના 90 જેટલા મહેસુલ વિભાગના કર્મચારીઓ આંદોલનમાં જોડાયા - As many as 17 different demands

નર્મદા: ગુજરાત રાજ્યના મહેસુલ કર્મચારી વર્ગ-૩ના 5000થી વધુ કર્મચારીઓ પોતાની 17 જેટલી વિવિધ માંગણી લઇને સરકાર સામે આંદોલનનું રણસિંગુ ફુક્યું છે. નર્મદા જિલ્લાના પણ 90 જેટલા મહેસુલ વિભાગના કર્મચારીઓ આંદોલન સાથે જોડાયા હતા અને લડતના મૂડમાં આવી ગયા હતા અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા જિલ્લાનું વહીવટી વિભાગ ઠપ્પ થઇ હતું

narmada
નર્મદાનાં 90 જેટલા મહેસુલ વિભાગના કર્મચારીઓ આંદોલનમાં જોડાયા

By

Published : Dec 9, 2019, 11:54 PM IST

Updated : Dec 10, 2019, 1:51 AM IST

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા મહેસુલી કર્મચારી મંડળ પ્રમોશનથી લઇ 7માં પગાર જેવી કેટલીક વિસંગતતાઓ, કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે, સરકારના વખતોવખતના પરિપત્રોથી તથા કચેરી કાર્ય પધ્ધતિની જોગવાઈઓ મુજબ નામ વગરની નનામી અરજીનો દફતરે કરવાની થાય છે.

નર્મદાના 90 જેટલા મહેસુલ વિભાગના કર્મચારીઓ આંદોલનમાં જોડાયા

કર્મચારીઓ વિરુદ્ધની નનામી રજુઆતો દફતરે કરવામાં આવે કર્મચારીઓની બદલી તથા નિમણૂકમાં સરકારની સ્થાયી સૂચનાનો યોગ્ય અમલ કરવામાં આવે, સરદાર સરોવર જેવી મહેસુલ વિભાગ સિવાયની કચેરીઓ ખાતે ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓ કે, જે આગામી બે વર્ષમાં વય નિવૃત્ત થનાર હોય તેમને મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી ખાતે નિમણુંક આપવામાં આવે. જેથી તેમના પેન્શન પેપર્સ વગેરે વ્યવસ્થિત તૈયાર થઈ શકે અને વિવિધ માંગણીઓ સાથે નર્મદા જિલ્લા મહેસુલ વિભાગ કર્મચારી વર્ગ-૩ની રજુઆત બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે અગાવ અનેકવાર રજૂઆત કરવા છત્તા કોઈ નિરર્ણ ન લેવામાં આવતા મહેસુલ કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ ઉતરી જતા વહીવટી કામ ઠપ્પ થયું હતુ. આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા જે મહેસુલ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. જેમની જગ્યાએ દરેક ઓફિસમાં એક રેવન્યુ તલાટી મુકવામાં આવ્યા હતા. અને પ્રજાની કોઈ પણ અરજી કે કામને ધ્યાને લેવામાં આવી રહ્યું નથીની વાત જણાવી હતી.

Last Updated : Dec 10, 2019, 1:51 AM IST

ABOUT THE AUTHOR

...view details