- સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષની પરિષદ યોજાશે
- કેવડીયા ખાતે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી
- કરવામાં આવી રહ્યુું છે પેટ્રોલિંગ અને ચેકિંગ
નર્મદા : કેવડીયા ખાતે ટેન્ટ સિટી ખાતે વિધાનસભાના તમામ અધ્યક્ષ, લોકસભા અને રાજયસભાના સ્પીકરની એક પરિષદ યોજાવાની છે. વિધાનસભાના અધ્યક્ષોની પરિષદના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની પણ ખૂબ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષની પરિષદ યોજાશે પરિષદમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપશે
આ પરિષદમાં લોકસભા અને રાજ્યસભા તેમજ વિધાનસભાના અધ્યક્ષો ભાગ લેશે. આ પરિષદમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપશે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખૂબ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં કેવડીયા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લી મૂકી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં કેવડીયા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લી મૂકી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે, દેશની એકતાના ઘડવૈયા સરદાર પટેલનું આ સ્મારક છે. આ પ્રતિમા 182 મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના 182 સદસ્યોની સૂચક છે. 25 અને 26 નવેમ્બરના રોજ તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષો પરિષદમાં ભાગ લેવા આવશે. તેમની સાથે આ પરિષદમાં લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પર માર્ગદર્શન આપશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષની પરિષદ યોજાશે કેવડીયા ખાતે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલા સાથે બેસી ચર્ચા-વિચારણા થશે
લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલા સાથે બેસી ચર્ચા-વિચારણા થવાની છે. કેવડીયા પરિષદની પૂર્વ તૈયારીઓને કારણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસ બેરીકેટ લગાવીને વાહનોનું ચેકિંગ કરી રહી છે. તેમજ આઈકાર્ડ અને પાસ વગર કોઈને કેવડીયાની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.
સુરક્ષામાં કોઇ ચૂક ન થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા ગુજરાત અને ગુજરાતની બહારથી સહેલાણીઓ કેવડીયા આવે છે. જ્યારે બે દિવસીય પરિષદમાં આવતા તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ, SRP, અલગ-અલગ બટાલિયન ત્યાં ઉતારવામાં આવી છે. પરિષદ યોજાવાની છે ત્યાં ટેન્ટ સિટી ખાતે જવાના રોડ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે સુરક્ષામાં કોઇ ચૂક ન થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.