નર્મદા: ભરૂચ નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમ હાલ 45.99 ટકા ભરેલો છે. વર્તમાન સમયમાં ખેડૂતો પાણી આપવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે કરજણ ડેમ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કરજણ વિભાગ દ્વારા 70 ક્યૂસેક પાણી હાલ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. પરંતુ ખેડૂતો માટે આખી સિઝનમાં કરજણ ડેમ પાણી પૂરું પાડવા કરજણ ડેમ સક્ષમ છે.
નર્મદાના કરજણ ડેમમાં 45.99 ટકા પાણી, ભરૂચ-નર્મદાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા સક્ષમ - ભરૂચ
નર્મદાનો કરજણ ડેમ 45.99 ટકા પાણીથી ભરેલો છે. જે આખા ઉનાળા દરમિયાન ભરૂચ-નર્મદાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટે સક્ષમ છે. ખેડૂતોની માંગ પર નિયમિતપણે પાણી છોડવામાં આવશે.
હાલ કરજણ ડેમમાં પાણીની 102.69 મીટર છે. કરજણ ડેમના સરોવરમાં 223.78 mcm સ્ટોરેજ છે. એટલે આખા ઉનાળા દરિમયાન પાણી પૂરું પાડવા સક્ષમ છે, પરંતુ કેનલોના અધૂરા કામને લઈને ખેડૂતોને પાણી પૂરતું મળી રહ્યું નથી. લોકોને પાણી પૂરું પાડવા ડેમ સક્ષમ છે.
કરજણ નદી અને સરોવરનું પાણી શુદ્ધ રહ્યું નથી. આ બાબતે કરજણ ડેમના ના.કા.ઈ એ. વી. મહાલેએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાનો કરજણ ડેમ નર્મદા અને ભરૂચના નેત્રગ વાલિયાના તાલુકા ગામોના હજારો હેકટર જમીનોને પાણી પૂરું પાડે છે. હાલ ડેમ 46 ટકા ભરેલો છે. અને આખા ઉનાળા દરમિયાન પાણી પુરૂ સક્ષમ છે. જેમ જેમ ખેડૂતોની માંગ આવે છે. તેમ તેમ પાણી છોડવામાં આવી રહ્યું છે.