નર્મદા : હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી 50 દિવસથી બંધ છે. છતાં 50 ટકા સ્ટાફ એક પછી એક ફરજ બજાવતા આવ્યા છે. છતાં કંપની દ્વારા લોકડાઉન દરમ્યાન કર્મચારીઓ નો પગાર ન થતાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 440 કર્મચારીઓ હડતાળ પર
વિશ્વની સૌથી ઉંચી કંપની સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સિક્યુરિટી, ગાર્ડન સહિત 9 જેટલા વિભાગોમાં ફરજ બજાવતા 440 જેટલા કર્મચારીઓનો બે મહિનાથી પગાર થયો નથી. L&T કંપનીના નેતૃત્વમાં આવતી UDS કંપનીમાં આ તમામ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
હાલ, કંપની તોડો અને જોડોની નીતિ અપનાવી આંદોલનને તોડવાની અને કર્મચારીઓને પગાર થઈ જશે, તેવું કહી આશ્વાસન આપી રહ્યાં છે. જો કે, કર્મચારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શન ગેલેરીમાં સોશ્યિલ ડિસ્ટન્સ સાથે બેસીને માસ્ક પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમજ તાત્કાલિક પગાર આપવાની માંગ સાથે પગાર મળશે તો જ કામ પર ચઢશુની રજુઆત કરી રહ્યાં છે. હવે જોવું રહ્યું કે, આ કર્મચારીઓનો પગાર ક્યારે કરે છે.