ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા સફારી પાર્ક માટે 42 પરિવારોને કરાયા બેઘર - gujarati news

નર્મદાઃ બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે ત્યારે સ્ટેચ્યુનું લોકાપર્ણ બાદ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે જેથી પ્રવાસીઓને વધુ આકર્ષવા માટે નર્મદા જિલ્લાને સફારી પાર્ક પણ ફાળવામાં આવ્યું છે. જે હાલ જેપી કેમ્પની પાછળ મોટી વિશાળ અને જંગલ વિસ્તાર હોવાથી સુંદર લૂક મળે અને લગભગ 100 એકર વિસ્તારમાં પ્રવાસીઓને ફરવા મળે એ માટે જેપી કેમ્પ અને કોલોની હાલ છે ત્યાં આ સફારી પાર્ક બનશે અને પાછળ રહેતા શિમલા કોલોનીના 42 જેટલા પરિવારોના ઘરો તોડી જાતે ખસી જવાની સૂચના મળતા આ પરિવારો ચોમાસુ આવે તે પહેલા ખસી જવા દોડાદોડ કરી રહ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : May 30, 2019, 6:40 AM IST

નર્મદા જિલ્લામાં એક ટાઇગર સફારી ફાળવવામાં આવ્યું હતું જે વજેરિયાના જંગલોમાં બનાવવાનું હતું જેને લઈને તંત્રએ તૈયારીઓ બતાવી પરંતુ, જાણવા મળ્યા મુજબ સ્ટેચ્યુથી ઘણું દૂર હોવાથી સરકાર દ્વારા એ પ્રોજેક્ટ હાલ મુલતવી રાખી નેશનલ ઝૂઓલોજી પાર્ક, સફારી પાર્ક બનાવવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

42 પરિવારોને ખસેડાયા
જેપી કેમ્પમાં રહેતા 42 પરિવારોને ખસેડાયા

અહીંયા 6 ઝોનમાં વિવિધ વિદેશી અને દેશી વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જલચલ પ્રાણીઓ, સરીસૃપો સહીત વિભાગો બનાવવાશે અને વિદેશી પ્રાણીઓ માટે તેઓ અહીંના હવામાનમાં રહી શકે એવું એટમોસ્ફિયર સ્ટાઇલ પણ બનાવવામાં આવશે. પ્રવાસીઓ ઇલેક્ટ્રિક ઇકો કારમાં સફારી કરશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જે આગામી 31 મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેદ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકાશે. ત્યારે હાલતો પશુઓ માટે નવું ઘર બનાવા જેના માટે માનવોના ઘરો ખસેડી દૂર ગોરા ખાતે વસાવવામાં આવી રહ્યા છે.

સફારી પાર્ક માટે 42 પરિવારોને ખસેડાયા

ABOUT THE AUTHOR

...view details