- નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.30 કલાકે કેવડિયા હેલી પેડ પર આવશે
- ત્યાંથી સીધા 8.15 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના ચરણ પૂજન કરશે
- 8.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ ,પોલીસ મેમોરિયલ મોમેન્ટો,તેમજ પ્રદર્શનને ખુલ્લું મુકશે.
- 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે
- 9.45 કલાકે પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે અને વિવધ પ્રકલ્પોની મુલાકાત કરશે
- વડાપ્રધાન મોદી સાંજે 5 વાગ્યા સુધી રોકાશે. એકતા દિનની ઉજવણીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં CEOએ યોજી પ્રેસ કોન્ફરન્સ
આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ કરી ટિકિટ ટાઇમિંગમાં પણ વધારો કરી સાવરે 8 થી સાંજે 8 વાગ્યા સુધી પ્રવાસીઓને ટિકિટ મળશે પરંતુ 31 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.